સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 3 ઑક્ટોબર 2018 (15:39 IST)

PM મોદીને મળ્યો ચેમ્પિયંસ ઓફ અર્થ એવોર્ડ, બોલ્યા આ ભારતનુ સન્માન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પર્યાવરણના ક્ષેત્રમાં ઐતિહાસિક પગલુ ઉઠાવવા માટે સંયુક્ત રાષ્ટ્રએ આજે ચેમ્પિયંસ ઓફ અર્થ એવોર્ડ થી સન્માનિત કર્યા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંતોનિયો ગુતારેસે પીએમ મોદીને આ એવોર્ડ આપ્યો. ગુતારેસ ભારતના પ્રવાસ પર આવ્યા છે. મોદી ઉપરાંત ફ્રાંસીસી રાષ્ટ્રપતિ એમેનુએલ મૈક્રોને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 
 
કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત હંમેશા પ્રકૃતિને માતાના સ્વરૂપમાં જુએ છે. UN તરફથી કરવામાં આવેલું આ સમ્માન ભારતના આદિવાસી, ખેડૂતો અને માછીમારોનું સમ્માન છે. આ ભારતીય નારીઓનું સમ્માન છે જે છોડનું જતન કરે છે. આ તમામ માટે પણ જીવન પ્રકૃતિ અનુંસાર ચાલે છે.
 
પીએમ મોદીએ કહ્યું હતું કે, ક્લાઈમેટ ચેંજની ચિંતા જ્યાં સુધી કલ્ચરથી નહીં થાય, ત્યાં સુધી આ સમસ્યાનો અંત મુશ્કેલ છે. ભારતે પ્રકૃતિને સજીવન ગણી છે. પર્યાવરણ પ્રત્યે ભારતની સંવેદનાને આજ વિશ્વ આખું સ્વિકારે છે. પરંતુ આ બાબત તો હજારો વર્ષથી અમારી જીવન શૈલીનો ભાગ રહી છે. આજે અમારા દેશમાં ગરીબોની સંખ્યા ઘટી રહી છે. ગરીબી રેખાથી લોકો ઉપર ઉઠી રહ્યાં છે. વસ્તીને પર્યાવરણ, પ્રકૃતિ પર વધારાનું દબાણ લાદ્યા વગર જ સરકાર વિકાસની તકોને જોડવા સહારાની જરૂર છે, હાથ પકડવાની જરૂર છે.
 
સંયુક્ત રાષ્ટ્રએ 26 સપ્ટેમ્બરના રોજ મહાસભાની ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસીસી રાષ્ટ્રપતિ મૈક્રોએન પોલિસી લીડરશિપ કેટેગરીમાં ચૈમ્પિયંસ ઓફ અર્થ પુરસ્કાર આપવામાં આવશે.  આ (સંયુક્ત રાષ્ટ્રનો) સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર છે.