શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 20 ઑક્ટોબર 2017 (12:08 IST)

PM નરેન્દ્ર મોદી બાબા કેદારનાથના દર્શન માટે કેદારનાથ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બાબા કેદારનાથના કપાટ બંધ થવાના અવસર પર દર્શન માટે કેદારનાથ પહોંચ્યા હતા. તેમણે ભગવાન કેદારનાથનો રૂદ્રાભિષેક  કર્યો હતો.  સાથે પૂજા-અર્ચના બાદ મંદિરની પ્રદક્ષિણા પણ કરી હતી. મોદીએ અહીં ચાલી રહેલા કામોની સમીક્ષા પણ કરી હતી. મંદિરના દર્શન બાદ મોદીએ અહીં પાંચ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.
 
વડાપ્રધાન મોદીએ જનસાભને સંબોધિત કરતાં કહ્યું કે આજથી કેટલીય જગ્યાએ શરૂ થયેલા નવા વર્ષ માટે તમને મુબારક. આજે ફરી એક વખત અહીંથી સંકલ્પબદ્ધ થઇન, નવી ઉર્જાને પ્રાપ્ત રીને પૂર્ણ પવિત્ર મનથી સંકલ્પના પ્રતિ હિન્દુસ્તાનીઓમાં ચેતના જગાવાની ભગવાન શિવ પાસે પ્રાર્થના કરું છું. કેદારનાથ આપત્તિને યાદ કરતાં કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે હું આપત્તિ દરમ્યાન મારી જાતને રોકી શકયો નહીં અને અહીં આવતો હતો અને એ સમયની સરકારને પ્રાર્થના કરી હતી કે ગુજરાત સરકારને કેદારનાના પુન:નિર્માણનું કામ આપી દો. રૂમમાં પણ સહમતિ બની ગઇ પરંતુ બાદમાં દિલ્હી બેઠેલ સરકારે દબાણ બનાવ્યું અને મને આ સૌભાગ્ય મળ્યું નહીં. પરંતુ બાબાએ નક્કી કર્યું હતું કે આ કામ મારે જ કરવાનું છે. તમામ વિધિ વિધાનોનું પાલન કરતાં કેદારનું પુનર્નિર્માણ કેવી રીતે થશે તેનો ડ્રાફ્ટ તૈયાર કરશે. પુરોહિતોનું મકાન 3 ઇન 1 હશે. હિમાલયમાં પણ અલગ-અલગ જગ્યાએ જવા પર અલગ અનુભૂતિ થાય છે. હું હિમાલયમાં ખૂબ ફર્યો છું.