બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 9 મે 2020 (10:27 IST)

પરપ્રાંતિયોને રાજસ્થાનમાં પ્રવેશ માટે બોર્ડર સીલ, કલેકટર કે ગૃહ વિભાગની પરમિશન હશે તો જ પ્રવેશ મળશે

કોરોના સંક્રમણથી બચવા માટે રાજ્યના નાગરિકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો ચોક્કસ સંક્રમણથી બચી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે વિગતો આપતા શિવાનંદ ઝાએ ઉમેર્યુ કે જે પરપ્રાંતીયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહીં સંબંધિત જિલ્લા કલેકટરશ્રી કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ પ્રવેશ મળશે એ સિવાય પ્રવેશ મળશે નહીં એટલે પરપ્રાંતીયોએ ત્યાં જવું હિતાવહ નથી.
 
રેડ ઝોનના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં લૉકડાઉનનો સજ્જડ અમલ કરાવવામાં આવી રહ્યો છે તે જ રીતે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે તેમાં પણ ચુસ્ત અમલ થઈ રહ્યો છે ત્યારે લોકહિતને ધ્યાને લઇને રાજ્ય સરકારે જે ગાઈડલાઈન બનાવી છે તેમાં નાગરિકો સહયોગ આપે તે જરૂરી છે. આમ નહીં થાય તો પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે એટલે અનિવાર્ય કારણોસર નાગરિકો બહાર ન નીકળે. લૉકડાઉનના ભંગ સંદર્ભે ૧૦૦ નંબર પર કે પોલીસ કંટ્રોલ રૂમ પર સતત મોનિટરિંગ કરીને તેમાં મળેલ માહિતીના આધારે ગુનો નોંધવામાં આવી રહ્યા છે. ગઈકાલે ૧૦૦ નંબર પર ૭૨ ફરિયાદો મળી હતી તે તમામની સામે ગુના નોંધવામાં આવ્યા છે.
 
સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકો દ્વારા સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ છે ત્યારે હોમ કોરન્ટાઈનમાં રહેતા લોકો પણ બહાર ન નીકળે એટલું જ જરૂરી છે. આવા લોકો બહાર નીકળશે તો તેમની સામે પણ કડક હાથે કાર્યવાહી કરાશે. હોમ કોરોન્ટાઈનવાળા લોકો બહાર દેખાય તો નાગરિકો પોલીસને જાણ કરશે તો ચોક્કસ તેમની સામે પગલાં લેવાશે.
 
પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અને વેચાણ પર પોલીસ સતત ચાંપતી નજર રાખી રહી છે અને આવી બાબત ધ્યાને આવશે તો તેમની સામે ગુનો નોંધાશે. ગઈકાલે દૂધના કેનમાં પાન મસાલાની હેરફેર સંદર્ભે રાજકોટ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. આવશ્યક સેવાઓનો દુરુપયોગ ન થાય તે માટે પણ પોલીસ સચેત છે. એ જ રીતે આંતર જિલ્લા હેરફેર માટે પણ માત્ર અધિકૃત પાસના આધારે જ હેરફેર થઈ શકશે. એટલે કોઈએ પાસ વગર નીકળવું નહીં. પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી ખાતે નકલી પાસ બનાવીને અમરેલીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં બે વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ પણ કરી દેવાઈ છે.
 
લૉકડાઉન સંદર્ભે પોલીસ કર્મીઓ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમાં સંક્રમિત થયેલા તમામ પોલીસકર્મીઓની તબિયત સારી છે. ૬૭ પોલીસકર્મીઓ કોરોનાનો ભોગ બન્યા હતા તે સ્વસ્થ થઈ ગયા છે અને તકેદારીના ભાગરૂપે ૬૦૧ જેટલા કર્મીઓ હોમ કોરોન્ટાઈન  હેઠળ હતા તે તમામ લોકો કોરોન્ટાઈન સમય પૂર્ણ કર્યો છે અને સંપૂર્ણ સ્વસ્થ છે. 
 
વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૧૯૧ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૧,૭૦૩ ગુના દાખલ કરીને ૨૧,૮૫૬ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૭૮ ગુના નોંધીને ૮૭ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૨૭૭૮ ગુના નોંધીને ૩૯૦૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 
 
હેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૧૮ ગુનામાં ૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં ૬૦૬ ગુનામાં કુલ ૮૬૨ લોકોની અટકાયત કરવામાં આવી છે.
 
આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં ૧૫ ગુનાની સાથે અત્યાર સુધીમાં ૭૦૧ ગુના દાખલ કરીને ૧૪૪૧ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ ૧૬ એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવા ૬૬૩ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.
 
પોલીસ દ્વારા વિડિયોગ્રાફી મારફત ગઈકાલના ૧૯૩ ગુના સહિત અત્યાર સુધીમાં કુલ ૨૮૭૫ ગુના નોંધવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલના ૪૦ સહિત આજદિન સુધીમાં કુલ ૧૧૫૭ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલના ૬૭ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં ૯૯૫ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
 
જાહેરનામા ભંગના ર૧૬૪ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૭૬૮ ગુના તથા  અન્ય પ૭૯ ગુના મળી કુલ ૩૫૨૧ ગુનાઓ દાખલ કરી કુલ ૪૨૨૨ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૬૨૦૯ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૬,૮૬૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ પ૮૬૬ અને અત્યાર સુધીમાં ૨,૦૦,૩૭૫ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.