બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (13:55 IST)

રાજીવ ગાંધી નહી, હવે મેજર ધ્યાનચંદના નામ પર રહેશે ખેલ રત્ન એવોર્ડ, પીએમ મોદીએ કહ્યુ - દેશવાસીઓના આગ્રહ પર આવુ કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનુ નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ  રહેશે. પીએમ મોદીએ કહ્યુ કે દેશવાસીઓના આગ્રહ પછી તેમણે આ નિર્ણય લીધો છે. પીએમે ટ્વિટર દ્વારા આ એલાન કર્યુ. આ એવોર્ડ દેશનુ સૌથી મોટુ સન્માન છે. પહેલીવાર આ પુરસ્કાર 1991-92માં આપવામાં આવ્યો હતો. 

 
પીએમે ટ્વિટર પર લખ્યુ, 'ઓલંપિક રમતમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રયાસોથી આપણે સૌ અભિભૂત છીએ. ખાસ કરીને હોકીમાં આપણા દિકરા-દિકરીઓએ જે ઈચ્છાશક્તિ બતાવી છે, જીતના પ્રત્યે જે જોશ બતાવ્યો છે, તે વર્તમાન અને આવનારી પેઢીયો માટે ખૂબ મોટી પ્રેરણા છે. તેમણે એક અન્ય ટ્વીટમાં લખ્યુ, દેશને ગર્વિત કરી દેનારા ક્ષણ વચ્ચે અનેક દેશવાસીઓએ આ આગ્રહ પણ સામે આવ્યો છે કે ખેલ રત્ન પુરસ્કારનુ નામ મેજર ધ્યાનચંદ જીને સમર્પિત કરવામાં આવે. લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતા, તેનુ નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવ્યુ છે. જય હિંદ. 

ભારતીય હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક માટે યાદગાર રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ મેડલ જીત્યો હતો, જ્યારે મહિલા ટીમ ચોથા સ્થાને રહી હતી. બંને ટીમો બ્રોન્ઝ મેડલ મેચ સુધી પહોંચી હતી, પરંતુ પુરુષોની ટીમ જીતી હતી, જ્યારે મહિલા ટીમ 3-4 ના અંતરથી હારી હતી.