ગેંગરેપ કેસ - અખિલેશ સરકાર વચ્ચે મંત્રી રહી ચુકેલા ગાયત્રી પ્રજાપતિ લખનઉથી ધરપકડ
યૂપીની અખિલેશ સરકારમાં મંત્રી રહેલ ગાયત્રી પ્રજાપતિને ગેંગરેપ કેસમાં ધરપકડ કરી લીધુ છે. યૂપી પોલીસે પ્રજાપતિને લખનૌથી ધરપકડ કરી. સુપ્રીમ કોર્ટની દખલ પછી ગેગરેપ કેસમાં પ્રજાપતિ વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો હતો. છેલ્લા કેટલા દિવસોથી પ્રજાપતિની શોધમાં યૂપી પોલીસ છાપામારી કરી રહી હતી.
અત્યાર સુધી 7 લોકોની ધરપકડ..
પ્રજાપતિ સહિત આ મામલામાં અત્યાર સુધી 7 લોકોની ધરપકડ થઈ ચુકી છે. યૂપીની એડીજી દલજીત ચૌધરીએ પ્રજાપતિની ધરપકડની ચોખવટ કરી છે. દલજીત ચૌધરીએ જણાવ્યુ લખનૌથી બુધવારે સવારે પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી. એડીજીના મુજબ પોલીસને પ્રજાપતિના મામલામાં ગુપ્ત માહિતી મળી હતી. જ્યારપછી પોલીસે તેમની ધરપકડ કરી. પોલીસે મંગળવારે પણ આ મામલે ત્રણ સહઆરોપીઓની ધરપકડ કરી હતી.
પીડિતાના જણાવ્યાં મુજબ તેની સાથે ગેંગરેપ થયો હતો અને તેની પુત્રીનું પણ શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. મહિલાએ ડીઆઈજી પાસે આ મામલે પોતાની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો કે પ્રજાપતિએ તેને બ્લેકમેઈલ કરીને છેલ્લા બે વર્ષમાં તેની ઉપર અનેકવાર રેપ કર્યો.
વાત જાણે એમ છે કે ગાયત્રી પ્રજાપતિની કેરિયરનો ગ્રાફ છેલ્લા દસ વર્ષમાં ખુબ જ ઊંચાઈ પર પહોંચી ગયો હતો. વર્ષ 2002માં તેઓ બીપીએલ કાર્ડ ધારક હતાં પરંતુ હવે તેમની સંપત્તિ 942 કરોડ સુધી પહોંચી ગઈ છે. કેટલાક અહેવાલો મુજબ તેઓ લગભગ 13 કંપનીઓના ડાઈરેક્ટર છે. ચૂંટણીના સોગંદનામામાં તેમની સંપત્તિ 10 કરોડ છે. જ્યારે ગત વર્ષે 1.83 કરોડની જાહેરાત કરી હતી. સમાજવાદી પાર્ટીનું નેતૃત્વ ગાયત્રી પ્રજાપતિ પર સારુ એવું મહેરબાન રહ્યું હતું. ફેબ્રુઆરી 2013માં તેઓ સિંચાઈ રાજ્યમંત્રી બન્યાં. મુલાયમની મહેરબાનીથી જુલાઈમાં તેમને સ્વતંત્ર પ્રભાર ખનન મંત્રી બનાવવામાં આવ્યાં. ત્યારબાદ ત્રીજીવાર તેમણે જાન્યુઆરી 2014માં શપથ લીધા અને તેમને કેબિનેટ મંત્રી બનાવાયાં.