1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 24 એપ્રિલ 2019 (18:39 IST)

કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્ર રોહિત શેખરની તિવારીની હત્યા તેની જ પત્નીએ કરી, ગુન્હો કબૂલ્યો

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ચારવારના યૂપી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહેલા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીની હત્યાનો મામલો પોલીસે ઉકેલી લીધો છે. આ હત્યાકાંડના મામલામાં છેવટે ક્રાઈમ બ્રાંચે રોહિતની પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ કરી લીધી. આ ધરપકડ અપૂર્વા વિરુદ્ધ ઠોસ પુરાવા મળ્યા પછી કરવામાં આવી. એવુ કહેવ વાય છે કે શરૂઆતથી જ શકની સોય રોહિતની પત્ની તરફ ફરી રહી હતી. 
 
વારેઘડીએ નિવેદન બદલી રહી હતી અપૂર્વા 
 
પોલીસ સૂત્રો મુજબ રોહિતની પત્ની અપૂર્વા સતત આ મામલે નિવેદન બદલી રહી હતી. તેથી શકની સોઈ તેની આસપાસ જ ફરી રહી હતી. ઘટનાની રાતને લઈને અપૂર્વાએ અત્યાર સુધી ત્રણ જુદા જુદા નિવેદન આપ્યા તેથી પોલીસને શક થવા લાગ્યો હતો. પોલીસે ઘટના પછી રોહિતની પત્ની સહિત ઘરના 6 લોકોની પૂછપરછ કરી હતી. 
પોલીસને ઘરના સભ્યોની સામાન્ય પૂછપરછ કરતાં સૌથી પહેલાં શંકા તેની પત્ની અપૂર્વા ઉપર જ થઈ હતી. તેમના લગ્ન વર્ષ પહેલાં જ થયા હતા અને જે વ્યવસાયે વકીલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અપૂર્વા જ છેલ્લી વાર રોહિતના રૂમમાં ગઈ હતી. તેમના વચ્ચે લગ્નજીવન બાદ ખુબ જ ઝગડા થતા હતાં.
 
પુરાવા નાશ કરવાનો પ્રયાસ
 
પોલીસે અપૂર્વાના બ્લડ સેપલ અને ઘટનાસ્થળ પર જોવા મળેલા લોહીના નમૂના પણ લીધા હતા. જેને લેબમાં મોકલવામાં આવ્યા છે. અપૂર્વાએ પુરાવા મટાડવા માટે પોતાનો  મોબાઈલ પણ ફોર્મેટ કરાવી લીધો હતો અને જે રૂમમાં રોહિતની હત્યા થઈ ત્યા સીસીટીવી કેમેરા ખરાબ હોવા પણ આ વાત તરફ ઈશારો કરતો હતો કે હત્યામાં કોઈ બહારની વ્યક્તિ નથી. ઘરનો જ કોઈ વ્યક્તિ સામેલ હતો. 
 
શંકાના ઘેરામાં બીજા નંબરે તેનો ભાઈ સિદ્ધાર્થ હતો. સિદ્ધાર્થ એટલા માટે કારણ કે પોલીસને લાગતુ હતું કે કરોડોની સંપત્તિના કારણે એક ભાઈ બીજા ભાઈને રસ્તામાંથી હટાવવા માંગતો હશે. ઘરમાં તે રાતે ડ્રાઈવર સહિત ચાર નોકર પણ હતા. હત્યાની રાતે કોઈ બહારનું વ્યક્તિ ઘરમાં આવ્યું જ નથી તેથી આ ચાર લોકો ઉપર પણ પોલીસને એટલી જ શંકા હતી. સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે પણ તેમણે મર્ડરમાં મદદ કરી હોવાની પોલીસને શંકા હતી.
 
 
મોતના થોડા કલાક પહેલા રોહિતની પત્ની અપૂર્વાએ રોહિતની મા ને કહ્યુ કે રોહિત સૂઈ રહ્યો છે. જ્યારે કે એ સમયે રોહિત રૂમમાંથી બહાર આવે છે અને મા સાથે જમવા બેસે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ રોહિતનુ મોત 15-16 એપ્રિલની રાત્રે દોઢ વાગ્યે થયુ.  પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે રોહિતનું મોત 15-16 એપ્રિલની રાતે એકથી દોઢ દરમિયાન થયું હતું. જો રોહિતનું મોત રાતે બે વાગ્યા પહેલાં થઈ ગયું હતું તો 16 એપ્રિલ રાતે 2-4 વાગ્યા દરમિયાન રોહિતના ફોનમાંથી કોણે ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો? કારણકે કોલ ડિટેલ પ્રમાણે રોહિતના મોબાઈલ ફોનમાંથી ફોન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે ફોન લાગ્યો નહતો.
 
પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે, રોહિતના મોતનું કારણ મોઢું-ગળુ અને હાથ દબાવવાના કારણે થઈ હતી. અમારી તીમે 4 દિવસ ઉંડાણપૂર્વક અનેવાર ઘરના તમામ સભ્યોની પુછપરછ કરી હતી. અંતે સ્પષ્ટ થયું હતું કે, રોહિતની પત્ની અપૂર્વાએ જ તેના પતિનું ગળુ-મોં અને હાથ દબાવીને તેની હત્યા કરી હતી.
 
શંકાના ઘેરામાં બીજા નંબરે તેનો ભાઈ સિદ્ધાર્થ હતો. સિદ્ધાર્થ એટલા માટે કારણ કે પોલીસને લાગતુ હતું કે કરોડોની સંપત્તિના કારણે એક ભાઈ બીજા ભાઈને રસ્તામાંથી હટાવવા માંગતો હશે. ઘરમાં તે રાતે ડ્રાઈવર સહિત ચાર નોકર પણ હતા. હત્યાની રાતે કોઈ બહારનું વ્યક્તિ ઘરમાં આવ્યું જ નથી તેથી આ ચાર લોકો ઉપર પણ પોલીસને એટલી જ શંકા હતી. સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે પણ તેમણે મર્ડરમાં મદદ કરી હોવાની પોલીસને શંકા હતી.