મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (11:11 IST)

સરદાર વલ્લભભાઈ પટેલ - સાદગી અને ત્યાગની મૂર્તિ

અખંડ ભારતનું ઘરેણુ અને ગુજરાતનું ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલની 31 ઓક્ટોબરે જન્મજયંતિ છે. આજ દિવસે એટલે કે 31 ઓક્ટોબર 2018ના દિવસે વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ વખતે 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વાત કરીએ નડિયાદની. 
 
નડિયાદ એટલે સરદાર વલ્લભાઇ પટેલનું મોસાળ, અને માદરે વતન. નડીયાદના  દેસાઇ વગામાં વલ્લભભાઇ નો જન્મ થયો હતો. નડિયાદમાં જ સરદારે પટેલે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. સરદાર એક કદાવર નેતા, સફળ રણનીતિકાર અને આઝાદીના લડવૈયાના ગુણો તેમને નડિયાદમાંથી જ જન્મ્યા હતા
 
લંડન જવાનો દસ્તાવેજ -  સરદાર વલ્લભભાઇ પટેલના પિતા ઝવેરભાઈ પટેલ તે સમયના ખેડા અને આજના આણંદ જિલ્લાના કરમસદમાં ખેતીવાળી અને પશુપાલનનો વ્યવસાય કરતાં હતા. ઝવેરભાઈના લગ્ન નડીયાદ દેસાઇવગમાં રહેતા લાડબા સાથે થયા હતા. ઝવેરભાઈના ચોથા સંતાન વલ્લભભાઇને આજ ઘરમાંથી લંડન ભણવા જવા માટે ટ્રાવેલ દસ્તાવેજ મળ્યો હતો. પરંતુ વિઠ્ઠલભાઈ સરદારની બદલે પોતે ભણવા ગયા હતા અને પોતાના ભાઈનો તમામ ખર્ચ સરદાર પટેલે ઉઠાવ્યો હતો. 
ચંપારણ સત્યાગ્રહ -  એક સમયે ખેડા જિલ્લામાં ભયંકર દુષ્કાળ અને પ્લેગના રોગને લઈ ખેડૂતો બેહાલ બન્યા હતા. તો પડતા પર પાટુ મારતા અંગ્રેજ સરકારે કર લાગુ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. આ સમયે ખેડૂતોના કર માફ કરવા માટે ગાંધીજી ચંપારણમાં ખેડૂતો માટે લડતા ચલાવી રહ્યા હતા. ત્યારે ખેડા સત્યાગ્રહની ગાંધીજીએ જાહેરાત કરી. 
મહાત્મા ગાંધીની સાદગી જોઈને લીધો નિર્ણય -  ખેડા સત્યાગ્રહની આગેવાની લેવા માટે કોઈ ગુજરાતી નેતાને મહાત્મા ગાંધીએ આહવાન કર્યું ત્યારે અમદાવાદમાં વકીલાત કરતાં અને તે સમયે અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધિકારી તરીકે ફરજ બજાવતા વલ્લભભાઈ પટેલે આ જવાબદારી સ્વીકારી. અને મહાત્મા ગાંધી સાથે 16 ફેબ્રુઆરીના રોજ જોડાઈ  ગયા. અને ગાંધીજીની સાદગી જોઈને મોહી ગયેલા સરદારે પોતે શૂટ બૂટનો ત્યાગ કરી દીધો, અને ધોતી અપનાવી લીધી.
 
પત્નીનો સાથ જલ્દી છૂટ્યો  -  ઈસ. 1909માં સરદાર પટેલ સાથે એક દુખદ ઘટના બની હતી. તેઓ જ્યારે એક કેસની શરૂઆત કરી જ હતી કે તેમને તેમની પત્નીના મૃત્યુનો તાર મળ્યો. તેમ છતા તેઓ કેસ પુરો લડીને અને જીત્યા પછી જ પોતાના ઘરે ગયા હતા.   તેમની પત્ની ઝવેરબાઈનુ મૃત્યુ થયુ ત્યારે તેમની પુત્રી મણીબેન 5 વર્ષની અને તેમનો પુત્ર ડાહ્યાભાઈ 4 વર્ષના જ હતા.  સરદાર પટેલે બીજુ લગ્ન ન કર્યુ અને સમગ્ર જીવન પોતાના 2 બાળકોને મોટા કરીને તેમને સારુ શિક્ષણ આપવામાં જ વિતાવ્યુ. પત્નીના દુ:ખમાંથી બહાર આવ્યા પછી તેઓ 1910માં બેરિસ્ટરની ડિગ્રી લેવા વિદેશ ગયા.