રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બેંગલુરૂ. , શુક્રવાર, 28 જુલાઈ 2017 (17:05 IST)

હાથી સાથે સેલ્ફી લેવી ભારે પડી... ગુમાવ્યો જીવ

બનરઘાટા બાયોલોજિકલ પાર્કમાં એક યુવકે હાથીને સાથે સેલ્ફી લેતા તેને એ સમયે ભારે પડી જ્યારે ગુસ્સે ભરાયેલા હાથીને તેને મારી નાખ્યો. 
 
અભિલાષ મંગળવારે મિત્રો સાથે પાર્કમાં ફરવા ગયો હતો. એ દિવસે પાર્કમાં રજા હતી પણ તે પાર્કમાં ઘુસી ગયા. તેઓ સેલ્ફી લઈ રહ્યા હતા. ત્યારે હાથીએ તેના પર હુમલો કર્યો અને તેનુ મોત થઈ ગયુ. 
 
પાર્ક અધિકારીઓએ પોલીસની મદદથી અભિલાષના શબને વિક્ટોરિયા હોસ્પિટલ પહોંચાડ્યુ. અભિલાષના પરિવારના લોકોએ પાર્ક સંચાલક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે.