ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (14:44 IST)

Tamil Nadu Helicopter Crash Video- CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ પર લોકસભામાં નિવેદન આપતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ

PM નરેન્દ્ર મોદી સંસદમાં વરિષ્ઠ મંત્રીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે
PM નરેન્દ્ર મોદી સંસદમાં વરિષ્ઠ મંત્રીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. રાજનાથ સિંહ, અમિત શાહ, અનુરાગ ઠાકુર અને નિર્મલા સીતારમણ સહિત ઘણા મંત્રીઓ હાજર છે.
 
 સંપર્ક ક્યારે તૂટ્યો, કેવી રીતે બચાવ કામગીરી શરૂ થઈ; રાજનાથે હેલિકોપ્ટર દુર્ઘટના અંગે લોકસભામાં સંપૂર્ણ માહિતી આપી
 
રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં હેલિકોપ્ટર દુર્ઘટનાની સંપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે Mi 17 હેલિકોપ્ટરે સુલુરથી સવારે 11:48 વાગ્યે ઉડાન ભરી હતી. તે 12:15 વાગ્યે વેલિંગ્ટનમાં ઉતરવાનું હતું, પરંતુ 12:08 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો. આ દરમિયાન લોકોએ અવાજ સાંભળીને તરત જ સ્થળ પર પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના મોત થયા છે. જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતનો સમાવેશ થાય છે. જનરલ બિપિન રાવત ડિફેન્સ કોલેજ, વેલિંગ્ટનના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે તેમના નિર્ધારિત કાર્યક્રમમાં હતા.
 
 રાજનાથ સિંહે જણાવ્યું કે જ્યારે સીડીએસ રાવતના હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો
રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે ગઈકાલે સવારે 12:08 વાગ્યે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેમણે કહ્યું કે વાયુસેનાના વડાને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આજે સાંજ સુધીમાં CDS સહિત તમામ લોકોના મૃતદેહ દિલ્હી લાવવામાં આવશે અને અંતિમ સંસ્કાર પૂરા સન્માન સાથે કરવામાં આવશે.
 
સ્થાનિક લોકો દુર્ઘટનાસ્થળ પર પહોંચ્યા, તેમને મિલિટ્રી હેલિકોપ્ટરને સળગતુ જોયુ. ટીમો પણ પહોંચી. તેમણે ક્રેશ સાઈટ પરથી સૈન્ય અધિકારીઓને રિકવર કરવાની કોશિશ કરી. રેસક્યુ પછી ઘાયલોને વેલિંગ્ટનના મિલિટ્રી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. અહી  CDS રાવત અને તેમની પત્ની સહિત તેર લોકોના મોતની ચોખવટ કરવામાં આવી. 
મૃતકોમાં બ્રિગેડિયર એલએસ લિદ્દર, લેફ્ટિનેટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાંડર પીએસ ચૌહાણ, સ્કવૉડ્રન લીડરના કે સિંહ, નાયક ગુરસેવક સિંહ, નાયક જીતેન્દ્ર કુમાર, લાંસ નાયક વિવેક કુમાર, લાંસ નાયક બી, સાઈ તેજા, જૂનિયર વોરંટ ઓફિસર દાસ, જૂનિયર વોરંટ ઓફિસર એ પ્રદીપ અને હવાલદાર સતપાલનો સમાવેશ છે. 
દુર્ઘટનામાં ગ્રુપ કપ્તાન વરુણ સિંહ પણ ગંભીર રૂપથી ઘાયલ છે. તેઓ વેલિંગ્ટનના હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ પર છે.  તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન ચાલુ છે. CDS રાવત અને તેમની પત્નીની ડેડબોડી આજે સાંજે સાંજે દિલ્હી લાવવામાં આવશે. સેનાના બધા અધિકારીઓને અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. એયર ચીફ માર્શલ વીઆર ચૌધરીને ગઈકાલે જ મોકલી દેવામાં આવ્યા હતા. એયર માર્શલ રામેદ્ર સિંહના નેતૃત્વમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.