ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 30 માર્ચ 2017 (08:39 IST)

દિલ્હી આવી રહી મહાકૌશલ એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 6 ઘાયલ

મહાકૌશલ એક્સપ્રેસ(12189)ના 8 ડિબ્બા પાટાથી ઉતર્યા . આ દુર્ઘટનામાં આશરે છ લોકો ઘાયલ થયા છે. જેને સ્થાનીય હોસ્પીટલમાં ભરતી કરવાયું છે. જણાવી રહ્યું છે કે મહાકૌશલ એક્સપ્રેસ ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં સ્થિત કુલપહાડ રેલ્વે સ્ટેશન પાસે ડિરેલ થઈ ગઈ હતી. ટ્રેનના 8  ડબ્બા પાટાથી ઉતરી ગયા છે. જેમાં 4 એસી અને  જનરલ  ડબ્બા છે. દુર્ઘટનાના શિકાર થઈ ટ્રેન મધ્યપ્રદેશના જબલપુરથી દિલ્લીથી નિજામુદ્દીન જઈ રહી હતી. મહાકૌશલ એક્સપ્રેસ રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ મહોબા જિલ્લાના કુલપહાડ રેલવે સ્ટેશન પાસે પહોંચી ત્યારે આ અકસ્માત થયો હતો. 
 
મહોબાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે રેલવે, સ્થાનિક પોલીસ તથા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેલવે તંત્રના જણાવ્યા પ્રમાણે, એક રિલીફ ટ્રેનને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.