બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (12:41 IST)

Unnao Case - કેવી રીતે થયા 3 છોકરીઓના મોત ? પરિવારે CBI તપાસની કરી માંગણી

ઉત્તરપ્રદેશના ઉન્નાવ જીલ્લાની ઘટનાએ એક વાર ફરીથી સૌને શર્મશાર કરી નાખ્યા છે. જીલ્લાના અસોહા થાના ક્ષેત્રના બબુરહા ગામમાં બુધવારે રાત્રે ત્રણ સગીર દલિત યુવતીઓ ખેતરમાં દુપટ્ટાથી બાંધેલી પડી મળી.  તેમા બે યુવતીઓના મોત થઈ ચુક્યા હતા. જ્યારે કે ત્રીજી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહી છે. તેને વેંટીલેટર પર મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચારો લેવા માટે ત્રણ સગીર યુવતીઓ ખેતરમાં ગઈ હતી. યુવતીઓના ચાચાને કોઈએ સૂચના આપી કે ત્રણેય છોકરીઓ ખેતરમાં પડી છે. ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યા બે ને ડોક્ટરોએ મૃત જાહેર કરી. 
 
બીજી બાજુ ત્રીજીન હાલત નાજુક છે. તેની સારવાર કાનપુરના રીજેંસી હોસ્પિટલમાં ચાલી રહી છે. છોકરીઓના ગામમાં તનાવ છે. સાવધાની રૂપે ગામના પોલીસ ફોર્સ ગામમાં ગોઠવાયેલા છે. આ સાથે 19 વધારાના અધિકારીઓ, 70 ચીફ કોન્સ્ટેબલ, 30 સૈનિકો તૈનાત કરાયા હતા. પીડિતાની માતાના કહેવા મુજબ છોકરીઓના મોઢામાંથી ફેસ નીકળી રહ્યો હતો. પોલીસ 6 ટીમો બનાવીને મામલાની તપાસ કરી રહી છે. બીજી બાજુ પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી છે. 
 
 સાથે જ પીડિત ગામમાં ઘણા લોકો ધરણા પર બેઠા છે. તેમની સાથે હાજર એસપી કાર્યકરો ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. પરિવારને ન્યાય આપવામાં આવે. લોકોનો આરોપ છે કે પરિવારને કોઈને મળવા દેવામાં નથી આવી રહ્યો. જો કે ઉન્નવ પોલીસે ટ્વીટ કરીને આ બધા આરોપોને નકાર્યા છે. 
 
શુ છે આખો મામલો 
 
અસોહા થનાઅ ક્ષેત્રના હેઠળ ગ્રામ પંચાયત પાઠકપુરના બબુરહામાં ગઈકાલે બપોરે 3 વાગે ત્રણ સગીર છોકરીઓ ખેતરમાં પશુઓ માટે લીલુ ઘાસ લેવા ગઈ હતી. પણ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરી. સાંજે પરિવારના લોકો છોકરીઓને શોધવા માટે નીકળ્યા.  પરિવારના કહેવા મુજબ ખેતરમાં ત્રણેય છોકરીઓ કપડાથી બાંધેલ અધમરેલી હાલત મળી હતી. 
 
ત્રણેય કિશોરીઓને પરિવારે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર અસોહા પર લાવવામાં આવી. જ્યા ડોક્ટરોએ બે ને મૃત જાહેર કર્યા અને એકને કાનપુરની હૈલટ હોસ્પિટલમાં રેફર કરી જ્યા હાલતમાં સુધાર ન હોવાથી કાનપુરન અએક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરી. 
 
 
એક યુવતીના ભાઈએ જણાવ્યું કે ત્રણેય કઝીન છે. ભાઈએ કહ્યું કે જો તેઓ લાંબા સમય સુધી પાછા નહીં આવે તો અમે ખેતરોમાં શોધવા ગયા, તો ઘાણીના ખેતરમાં બાંધેલી પડેલી જોવા મલી. 2 નુ મોત થયુ અને એકની સારવાર ચાલી રહી છે. ભાઈએ કોઈની સાથે દુશ્મનીની વાત નકારી હતી.