ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :કોલ્હાપુર. , બુધવાર, 7 જૂન 2023 (13:55 IST)

Aurangzeb Status ઔરંગજેબનુ સ્ટેટસ લગાવતા કોલ્હાપુરમાં બબાલ, ધારા 144 લાગૂ, CM એ શાંતિ જાળવી રાખવાની કરી અપીલ

kolhapur
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મંગળવારે કેટલાક યુવકોએ સોશિયલ મીડિયા પર ઔરંગજેબના સમર્થનમાં પોસ્ટ કરી. આ પોસ્ટ વાયરલ થઈ. જેના વિરોધમાં હિન્દુ સંગઠનના લોકોએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન કર્યુ. ભીડને કાબુમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો. 

હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા બુધવારે કોલ્હાપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. કોલ્હાપુરના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. મળતી માહિતી મુજબ, કોલ્હાપુરમાં કેટલાક યુવકોએ ઔરંગઝેબના સમર્થનમાં એક પોસ્ટ લગાવી હતી.
 
આ પોસ્ટ બાદ કોલ્હાપુરમાં વિવાદ ઉભો થયો છે. અહીં હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ આક્રમક બની ગયા હતા અને કોલ્હાપુરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની સામે એકઠા થઈને ઔરંગઝેબના સમર્થનમાં પોસ્ટ કરનારા યુવકો સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત કોલ્હાપુર શહેરના દશેરા ચોક, ટાઉન હોલ, લક્ષ્મીપુરી વગેરે વિસ્તારોમાં પણ હિંદુ સંગઠનોના કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું. 
 
ઘટનાની માહિતી મળતા પોલીસ અધિક્ષક મહેન્દ્ર પંડિત ઘટનાસ્થળે ગયા હતા અને બંને પક્ષના લોકો સાથે ચર્ચા કરી વિસ્તારમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ અધિક્ષક પંડિતે જણાવ્યું કે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ પોસ્ટને લઈને બે લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે ઉંડી તપાસ ચાલી રહી છે.