શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 5 ઑગસ્ટ 2017 (10:18 IST)

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે વોટિંગ, નાયડૂ-ગાંધી વચ્ચે સીધી જંગ...સાંજે આવશે પરિણામ

દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે શનિવારે મતલબ આજે મતદાન થવા જઈ રહ્યુ છે. મતદાન દસ વાગ્યાથી સાંજે પાચ વાગ્યા સુધી રહેશે. સાથે જ સાંજે સાત વાગ્યા સુધી પરિણામ પણ આવી જશે.  ભારતના 15માં ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી મેદાનમાં એનડીએ તરફથી વેંકૈયા નાયડૂ છે તો બીજી બાજુ વિપક્ષમાંથી પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ અને ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી છે. 
 
મતદાનમાં સાંસદ પોતાની પસંદ જાહેર કરવા માટે વિશેષ રૂપે તૈયાર કલમનો ઉપયોગ કરશે.ચૂંટણી પંચના અધિકારીઓએ પરંપરાને ટાંકતા કહ્યું કે, મતદાન પછી તરત જ વોટોની ગણતરી થશે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં રાજનીતિક દળ વ્હિપ રજુ કરી શકતા નથી.. કારણ કે વોટ ગોપનીય મતપત્રના માધ્યમથી નાખવામાં આવે છે. 
 
રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન રામનાથ કોવિંદની ઉમેદવારીને સમર્થન કરનાર બીજદ અને જેડીયૂએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગોપાલકૃષ્ણ ગાંધીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે જેડીયૂએ બિહારમાં મહાગઠબંધનનો સાથ છોડ્યા બાદ ભાજપની સાથે મળીને સરકાર બનાવી છે, પરંતુ પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂકેલ ગાંધીના પક્ષમાં મતદાન કરવાનો નિર્ણય કર્યો છે.ગોપાલકૃષ્ણ ગાંધીને કોંગ્રેસ, સીપીએમ, સીપીઆઇ, એનસીપી, નેશનલ કોન્ફરન્સ, ડીએમકે અને રાજદ સહિતની ૧૮ વિપક્ષી પાર્ટીઓએ પોતાના સંયુક્ત ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.