સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (11:20 IST)

કિંગ કોહલી થયો ભાવુક: જાણો શા માટે રડ્યા વિરાટ કોહલી

IPL-14 ફેઝ-2ની એલિમિનેટર મેચ દરમિયાન વિરાટ કોહલીનો ઉગ્ર તથા ભાવુક સ્વભાવ ફેન્સ સામે આવ્યો હતો. મેચમાં સ્કોર ડિફેન્ડ કરતા સમયે અમ્પાયરે ત્રિપાઠીને નોટઆઉટ આપ્યો હોવાથી તેમના નિર્ણય પર તે ગુસ્સે થયો હતો. વળી, બીજી બાજુ RCBના કેપ્ટન તરીકે છેલ્લી મેચ હારી જતાં વિરાટ કોહલી મેદાન પર જ ભાવુક થઈને રડી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતો છે, એવામાં તેને મેદાન પર આમ તૂટી જતા જોઈને ફેન્સ પણ ભાવુક થઈ ગયા હતા. 
આઈપીએલ 2021 ની બીજી સીઝનની શરૂઆત પહેલા વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે તે આ સીઝન બાદ કેપ્ટનશીપ છોડી દેશે. જોકે, વિરાટે એ પણ ખાતરી આપી હતી કે તે ભવિષ્યમાં આરસીબી સાથે જોડાયેલા રહેવા માંગે છે, પરંતુ બેટ્સમેન તરીકે ટીમ માટે કામ કરશે. ત્યારથી ચાહકો અને સમગ્ર RCB ટીમ ચેમ્પિયન તરીકે તેમના કેપ્ટનને વિદાય આપવા માંગતી હતી, જોકે KKR એ આવું થવા દીધું ન હતું.
 
કેપ્ટનશીપ છોડવા પર આપ્યુ નિવેદન
 
કેપ્ટન તરીકેની છેલ્લી આઈપીએલ રમવા અંગે વિરાટ કોહલીએ કહ્યું કે, 'મેં એવી પરંપરા બનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છે જ્યાં આક્રમક ક્રિકેટ રમી શકાય. હુ ભારતીય ટીમમાં આ જ પ્રયાસ કર્યો છે. હું એટલું જ કહી શકું કે મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. મેં અહીં મારું 120 ટકા આપ્યું છે અને મેદાન પર ખેલાડી તરીકે ફ્રેન્ચાઇઝીમાં યોગદાન આપવાનું ચાલુ રાખીશ. આ એક સારી તક છે કે હવે અમે આગામી ત્રણ વર્ષ માટે ટીમને ફરીથી ઉભી કરીએ. હું માત્ર બેંગ્લોર માટે રમીશ. પ્રામાણિકતા મારા માટે મહત્વની છે અને આઈપીએલના છેલ્લા દિવસ સુધી આ ફ્રેન્ચાઈઝીને સમર્પિત રહેશે.