રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 24 એપ્રિલ 2023 (11:58 IST)

Weather Today:: પારો 8 ડિગ્રી સુધી ગગડ્યો! 4 દિવસ પછી ફરી આકાશમાંથી આગ વરસશે! હવામાનની નવી અપડેટ જાણો

Gujarat Weather- રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી જેમાં તા. 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ ઉત્તર પશ્ચિમનાં પવન ફુંકાતા હવામાન વિભાગે આગાહી કરી છે. આજે 24 અને 25 એપ્રિલે હીટવેવની પણ શક્યતા જોવા મળી રહી છે.

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ આજે 24 એપ્રિલે દેશના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. રાજધાનીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
 
IMDએ કહ્યું કે આજે દિલ્હીમાં હવામાન ખુશનુમા રહેશે. દિલ્હી-NCR, હરિયાણામાં વરસાદની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજધાનીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો થયો છે. અલવર, ભરતપુર, ધૌલપુર, કરૌલી જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડશે. જોરદાર પવન 20-30ની ઝડપે ફૂંકાશે.