1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 8 ડિસેમ્બર 2021 (14:47 IST)

Army Helicopter Crash - જનરલ બિપિન રાવત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ, દેશના પહેલા CDS બનેલા જનરલ બિપિન રાવત વિશે જાણો આ ખાસ વાતો

સેનાનુ હેલીકોપ્ટર તમિલાનાડુના નીલગિરિ જીલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ છે. હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ સવાર હતા.  તેમને  ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યા તેમની સારવાર ચાલી રહી છે. દેશ તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યુ છે. આવો જાણીએ તેમના વિશે થોડી માહિતી 
 
સેના પ્રમુખ જનરલ બિપિન રાવત(Bipin Rawat)ને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ (Chief Of Defence Staff) નિમણૂક કરવામાં આવી છે. બિપિન રાવત, 31 ડિસેમ્બરને સેના પ્રમુખના પદ પરથી રિટાયર થઈ ગયા. ત્યારબાદ હવે તેમને સીડીએસ (CDS)તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. બિપિન રાવત 1 જાન્યુઆરી 2020થી પોતાનો કાર્યભાર સાચવશે. ઉલ્લેખનીય છે કે સરકારે 30 નવેમ્બરના રોજ જ  CDS પોસ્ટ માટે સેનાના નિયમોમાં ફેરફાર કરીને વયની સીમા વધારીને 65 વર્ષ કરી છે. તેની અધિસૂચના રક્ષા મંત્રાલય દ્વારા રજુ કરવામાં આવી હતી. 
 
2016માં આર્મી ચીફ બન્યા હતા બિપિન રાવત 
 
સીડીએસ બનાવતા પહેલા બિપિન રાવત 27માં થલ સેનાધ્યક્ષ  (Chief of Army Staff) હતા. આર્મી ચીફ બનાવતા પહેલા તેમને 1 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેનાના ઉપ સેના પ્રમુખ તરીકે નિમણૂક કર્યા હતા. 
 
સેંટ એડવર્ડ શાળા, શિમલાથી કર્યો છે અભ્યાસ 
 
જનરલ બિપિન રાવત, સેંટ એડવર્ડ શાળા, શિમલા અને રાષ્ટ્રીય રક્ષા એકેડમી ખડકસલાના પૂર્વ વિદ્યાર્થી છે. તેમણે 1978માં ભારતીય સૈન્ય એકેડમી, દેહરાદૂનથી અગિયાર ગોરખા રાઈફલ્સની પાંચમી બટાલિયનમાં નિમણૂક કરવામાં આવી હતી. જ્યા તેમને સ્વોર્ડ ઓફ ઑનરથી  સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પાસે આતંકવાદ વિરોધી અભિયાનોમાં કામ કરવાનો 10 વર્ષનો અનુભવ છે. 
 
વિશિષ્ટ સેવાઓ માટે થયા સમ્માનિત 
 
જનરલ બિપિન રાવતને ઉચ્ચ ઊંચાઈવાળા યુદ્ધ ક્ષેત્ર અને આતંજવાદ રોધી અભિયાનોમાં કમાન સાચવવાનો અનુભવ છે. તેમણે પૂર્વી ક્ષેત્રમાં એક ઈંફૈટ્રી બટાલિયનની કમાન સાચવી છે. એક રાષ્ટ્રીય રાઈફલ્સ સેક્ટર અને કાશ્મીર ઘાટીમાં એક ઈન્ફૈટ્રી ડિવીઝનની પણ કમાન સાચવી છે. રક્ષા સેવા સ્ટાફ કોલેજ, વેલિંગટન અને રાષ્ટ્રીય રક્ષા કોલેજ પાઠ્યક્રમના એક પૂર્વ વિદ્યાર્થી, જનરલ બિપિન રાવત એ સેનામાં 38થી વધુ વર્ષો સુધી દેશની સેવા કરી છે. આ દરમિયાન તેમને વીરતા અને વિશિષ્ટ સેવાઓ માટે યુઆઈએસએમ એવી એસએમ, વાઈએસએમ, એસએમ સાથે સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. 
 
રાષ્ટ્રીય સુરક્ષા અને લીડરશિપ પર અનેક લેખ લખી ચુક્યા છે જનરલ રાવત 
 
તેમને રાષ્ટ્રીય સુરક્ષા અને લીડરશિપ પર અનેક લેખ લખી ચુક્યા છે. જે વિવિધ પત્રિકાઓ અને પ્રકાશનોમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમને મદ્રાસ વિશ્વવિદ્યાલયથી રક્ષા અભ્યાસમાં એમ ફિલની ડિગ્રી મેળવી છે. તેમણે મેનેજમેંટ અને કમ્પ્યુટર સ્ટડીઝમાં ડિપ્લોમાં મેળવ્યો છે. જનરલ બિપિન રાવતે સૈન્ય મીડિયા રણનીતિક અભ્યાસ પર પોતાની શોધ પુરી કરી અને 2011માં ચૌધરી ચરણ સિંહ વિશ્વવિદ્યાલય, મેરઠથી ડૉક્ટરટ ઓફ ફિલોસોફી (પીએચડી)થી તેમને સન્માનિત કરવામાં આવ્યા.