ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (13:02 IST)

સેક્સની માંગ કરતા પતિને પત્નીએ મારી લાત... મોત !!

બેંગલુરૂમાં એક વ્યક્તિની પત્ની દ્વારા પ્રાઈવેટ પાર્ટસ પર લાત મારવાથી મોત થઈ ગયુ. પોલીસ તપાસમાં પત્નીએ જણાવ્યુ કે તેનો પતિ એચઆઈવી પોઝિટિવ હતો અને કોઈ કૉંન્ટ્રસેપ્ટિવ વગર જ સેક્સની ડિમાંડ કરી રહ્યો હતો. આ વાત પર બંને વચ્ચે ઝગડો થયો હતો. પોલીસને આ મામલાની ત્યારે જાણ થઈ જ્યારે પરિજન ચૂપચાપ મૃતકના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. 
 
આ ઘટના બેંગલુરૂના બ્યાતરનપુરા વિસ્તારની છે. સૂત્રોના મુજબ શનિવારે અડધી રાત પછી પતિ-પત્ની વચ્ચે થયેલ લડાઈમાં પતિનો જીવ જતો રહ્યો. કવિકા લેઆઉટ નિવાસી નિર્મલા(35)એ પોલીસ પૂછપરછમાં જણાવ્યુ કે તેના પતિ ઉદય કુમાર(45)મેડિકલ રિપોર્સમાં એચઆઈવી પોઝિટ્વિ જોવા મળ્યા હતા. તેમ છતા તે કોઈપણ પ્રોટેક્શન વગર સેક્સની ડિમાંડ કરતો હતો. આ વાતને લઈને બંને વચ્ચે અવારનવાર ચર્ચા અને ઝગડો થતો રહેતો હતો. 
 
શનિવારે રાત્રે પણ બંને વચ્ચે ઝગડો થયો. પતિની હત્યાની આરોપી નિર્મલાએ પોલીસને જણાવ્યુ કે અનસેફ સેક્સની ના પાડ્યા પછી તેના પતિએ તેમને મારવુ શરૂ કરી દીધુ. આ દરમિયાન પોતાનો બચાવ કરતી વખતે તેના દ્વારા ઉદયના પ્રાઈવેટ પાર્ટ્સ પર વાગી ગયુ.  
 
નિર્મલાએ જણાવ્યુ કે તે ઉદયને હોસ્પિટલ એ માટે ન લઈ ગઈ કારણ કે તે સમજી ગઈ હતી કે તેનુ મોત થઈ ગયુ છે. તે નહોતી ઈચ્છતી કે આ રીતે ઉદયના મોત વિશે કોઈને જાણ થાય.  સૂત્રો મુજબ ઉદયના મોત વિશે એ સમયે જાણ થઈ જ્યારે ચુપચાપ તેના અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી હતી.