ગરબામાં અલાયદુ સ્થાન ધરાવતા દેશી અને અત્યા ધુનિક વાજિંત્રોની પણ અનેરી દુનિયા

P.R
શકિતના પર્વ ગણાતા નવલા નવરાત્રિ પર્વનું કાઉન્ડક ડાઉન શરૂ થઇ ચૂકયું છે, ત્યાનરે પ્રચીન અને અર્વાચીન ગરબાના સ્થપળે ખેલેયાઓ અને શ્રોતાજનોને ઝૂમી ઉઠવા મજબૂર કરવા માટે શકિતમાન ગણાતા દેશી અને અત્યારધુનિક વાજિંત્રોની પણ અનેરી દુનિયા હોય છે.

સંગીતનું પ્રથમ સાધન કયું? તે અંગે અનેક વિવાદાસ્પરદ વાતો છે. પ્રથમ સંગીતનું સાધન અંદાજે ૭,૦૦૦ વર્ષ જૂનું માનવામાં આવે છે, આ સાધનને ૩૭,૦૦૦ વર્ષ જૂની વાંસળી સાથે સરખાવવામાં આવે છે. જોકે, મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે, સંગીતનાં પ્રથમ સાધનની શોધ કયારે થઇ તે અંગે ચોક્કસપણે જણાવી શકાય નહી, કારણ કે દરેક વાજિંત્રોની વ્યા ખ્યાા વિવિધ છે.

ગરબાના તાલે ઘૂમવાના ઘેલા બનેલા યુવાનો માટે વાજિંત્ર ઉપર થાપ પડે તે સાથે જ સ્વારનો કાન અને લયનો પગ સાથે સંવાદ સધાય છે, અને હિંચ લેવા માટે રીતસરનો ધક્કો મારતા ગરબાનો જાદુ અનેક નાના-મોટા વાજિંત્રોને આભારી છે.

દેશી અને પશ્ચિમી સંસ્કૃજતિના અવનવા વાજિંત્રોની બનાવટના રો- મટીરિયલ્સરના ભાવ વધવાના કારણે વિવિધ વાજિંત્રોના ભાવમાં ૧૫ ટકાનો વધારો થયો છે, ટેકનોલોજીથી ભરપુર અને મોટા અવાજ વાળા ઇસ્ટ્રુ મેન્ટંની ડિમાન્ડન વધવા સામે દેશી વાજિંત્રોનું વેચાણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી રહયું છે.

વાજિંત્રોનો અવાજ જેટલો આકર્ષે છે, એટલી જ તેની બનાવટ સરળતા, સાદગી અને કલાપૂર્ણતા આપણું ધ્યાઇન ખેંચે છે. પ્રકૃતિએ આપેલા વાંસ, ઘાસ, બરુની, સોટી, લાકડાની દાંડી, મીણ, દધી, વાંસની ચીપો, તુંબડાં, ઘોડાના પુંછડાના વાળ, જાનાવરોના આંતરાડાની તાંત, ચામડું, નાગરમોથના રેસા, રેશમની દોરી, નાળિયેરની કાચલી વગેરે ઉપાદાનોનો આશ્રય લઇને સાધનો બનાવતા સમયે કારીગર શુભ ચોઘડયું, ઉતમ વાર નક્કી કરે છે, અને પછી તે બનાવતા સમયે તેનું માપ, ગણિત, તેનો સ્વુર બહાર લાવવાની પ્રક્રિયામાં સદીઓના અનુભવના નિચોડ અને ઉત્ક્રાંતિ જોવા મળે છે.

થોડા વર્ષ અગાઉ શહેર-ગ્રામ્યી વિસ્તાડરોમાં નવરાત્રિમાં વિવિધ મંડળ દ્રારા મુખ્યઘત્વેન તબલાં, ઝાંઝ, તાનીયા, મંજીરા, ઢોલ, ઢોલક, ખંજરી, હારમોનિયમ સહિતના દેશી વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવતો, જયારે હાલ પ્રોફેશનલ ડિસ્કોલ દાંડિયામાં ઓરકેસ્ટ્રા ગ્રુપમાં ડ્રમ સેટ, રોટોડ્રમ, ટ્રીમ્બાબલી, ઓકટોપેડ, કીબોર્ડ, ઇ-ફલેટ, કેલેરેનાઇટ, ટ્રમપેટ, ફલૂટ, શરણાઇ સહિતાના અત્યાીધુનિક વિવિધ વાજિંત્રો ઉપર થાપ પડતા જ ખેલેૈયાઓ મન મૂકીને નાચી ઉઠે છે.

સૌરાષ્ટ્રના ખેલૈયાઓ લાઉડ સાઉન્ડ થી ટેવાયેલા છે, શોખીન છે, માટે ખાસ કરીને નવરાત્રિમાં ઢોલ,રોટો ડ્રમ સેટ,શોર્પ ટીન વાંજિત્રો, બેઇઝ ડ્રમનો ઉપયોગ કરવામાં આવે છે. ગરબા ગાયક આસિફ જરીયા કહે છે કે, જયારે ગુજરાતમાં સોફટ સાઉન્ડાથી લોકો ટેવાયેલા છે,જેમાં તબલા, ઢોલક સહિતના અન્યક વાંજિત્રોનો સમાવેશ થાય છે. જયારે રાજકોટમાં ગરબાના વાંજિત્રોમાં મુખ્યાત્વે ચાર ઢોલ, બે ડ્રમ,રોટો ડ્રમ સેટ,ચાર બેઇઝ ડ્રમ, ઓરગન, વાયોલીન, શરણાઇના સૂર વહેતા હોય ત્યાારે લાગે કે, ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને નાચી ઉઠે છે જયારે વાંજિત્રો મુખ્યનત્વેા ચાન્સ‍લેરના કંપનીના વાંજિત્રોનો ઉપયોગ થતો હોય છે.જેમાં ઝાંઝ પણ ઇલેકટ્રોનીમાં હાઇટેક થઇ ગયા છે.પહેલા વિવિધ ઇન્ટ્રુો મેન્ટ નો ઉપયોગ કરવામાં આવતો જે આજે એક ઇન્ટુેલ મેન્ટીમાં મળી જાય છે.

વેબ દુનિયા|
વધુ આગળ


આ પણ વાંચો :