રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. માંસાહારી વ્યંજન
Written By

સૉફટ અને સ્પંજી આમલેટ બનાવવાની ટીપ્સ

સૉફટ અને સ્પંજી આમલેટ બનાવવાની ટીપ્સ 
ઑમલેટ બનાવવું આમ તો મુશ્કેલ નહી પણ તેને ફૂલાયેલો અને નરમ બનાવવા માટે કેટલાક ખાસ ટ્રિક હોય છે. જો તમે પણ પહેલીવાર ઑમલેટ બનાવવું શીખી રહ્યા છો તો આ ઉપાય તમારા માટે બેસ્ટ થઈ શકે છે. 
 
 
 
2 ઈંડા 
2 નાની ચમચી સમારેલું ડુંગળી 
કોથમીર 
2-3 લીલા મરચાં
સ્વાદપ્રમાણે મીઠું
2 નાની ચમચી 
તવી કે પેન 
 
વિધિ
-સૌથી પહેલા એક વાટકીમાં ડુંગળી, લીલા મરચાં અને કોથમીર મિક્સ કરી લો. 
- હવે તેમાં ઈંડા ફોડીને મિક્સ કરી ફેંટી લો. 
- ત્યારબાદ તેમાં મીઠું નાખો અને પછી સારી રીતે ફેંટી લો. તમે જેટલું ફેંટશો આમલેટ તેટલું જ સારું બનશે. 
- હવે તાપ પર પેન મૂકો અને તેમાં એક ચમચી તેલ નાખો ગરમ થવા દો. 
- જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમાં ઈંડા વાળા અડધો મિશ્રણ નાખી પેન પર ફેલાવો. 
- 5 મિનિટ સુધી ધીમા તાપ પર સારી રીતે શેકવું. એક સાઈડ સારી રીતે શેકાઈ જાય તો તેને પલટીને બીજી સાઈડ પર શેકવું. 
-ઑમલેટ તૈયાર છે તેને બ્રેડ સાથે કે પછી એમજ ખાવું.