પુકુટી ડોક્ટર બન્યા હોત !

લોસએન્જેલસ| હરેશ સુથાર|
વિશ્વમાં કચકડાના કસબીઓને પારખનાર ઓસ્કાર એવોર્ડ આ વર્ષે જાણે કે ભારતનો રહ્યો. એમાં સંગીત ક્ષેત્રે એ.આર. રહેમાન તથા મિક્સીંગ ક્ષેત્રે એવોર્ડ મેળવનાર રસુલ પુકુટીએ દેશનું નામ રોશન કર્યું. એમાં રહેમાનને સૌ કોઇ ઓળખે છે પરંતુ પુકુટીને નજીકથી ઓળખવા બ્લેકની યાદ તાજી કરવી પડે. હા, ભાઇ આ એજ રસુલ પુકુટી છે જેમણે સંજયલીલા ભણસાલી સાથે બ્લેક ફિલ્મ બનાવી હતી. આ સાથે ચોંકવાનારી બાબત એ છે કે, રસુલ પુકુટીને તેમના પિતાજી ડોકટર બનાવવા ઇચ્છતા હતા.

એવોર્ડ જીતી લીધા બાદ પુકુટીએ કહ્યું હતું કે હું બે જાદૂગરો સાથે આ એવોર્ડ સંયુકતરીતે મેળવી રહ્યો છે જે તેમના સ્વપ્ન સમાન છે. પુકુટી તેમની પત્ની અને બે બાળકો સાથે મુંબઇમાં રહે છે. વર્ષ 2005માં રજૂ થયેલી ફિલ્મ બ્લેકની સાથે પુકુટીને બોલિવુડમાં પ્રથમ મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મ સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવી હતી.

બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ (બાફટા)માં જીત મેળવ્યા બાદ 36 વર્ષીય રેસૂલ પુકુટીએ ઓસ્કારમાં બેસ્ટ સાઊન્ડ મિકસિંગનો એવોર્ડ જીત્યો હતો. આની સાથે જ ઓસ્કાર જીતનાર રેસૂલ પુકુટી પ્રથમ ભારતીય બન્યા હતા. પુકુટીએ બ્રિટિશ ફિલ્મ નિર્માતા ડેની બોયલ દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મમાં તેમની કામગીરી બદલ ઇયાન ટેપ અને રિચર્ડ સાથે આ એવોર્ડ જીત્યો હતો.
વર્ષ 2004ની મુસાફીર, વર્ષ 2006ની જિંદા, વર્ષ 2007ની ટ્રાફિક સિગ્નલ, ગાંધી માઇ ફાધર, સાંવરિયા, દસ કહાંનીયાં ફિલ્મોમાં પુકુટીએ સાઊન્ડમાં ભૂમિકા ભજવી છે. વર્ષ 2008માં હિટ થયેલી આમિરખાનની ફિલ્મ ગજનીમાં પણ પુકુટીએ જ સાઊન્ડ તૈયાર કર્યું છે. પુકુટી સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં પણ કામ કરવા ઊત્સુક છે. હાલ તેઓ રજત કપૂરની રીક ટિંગ્યુલર લવ સ્ટોરીમાં કામ કરી રહ્યા છે. ઊપરાંત સૌરવ શુકલાની પપ્પુ કાન્ટ ડાંસ સાલા અને નવા ડિરેકટર શરદની રંગીન ઇન લવમાં કામ કરી રહ્યા છે. પુકુટી મૂળભૂત રીતે કેરળના છે.
મલિયાલમ માધ્યમમાં તેઓએ શિક્ષણ મેળવ્યું છે. તેઓ આઠ બાળકોમાં સૌથી મોટા છે. શરૂઆતથી ફિલ્મોમાં આવવા રસ ધરાવતા હતા. પુકુટીના પિતાની ઈચ્છા હતી કે તેઓ ડોકટર બને પરંતુ મેડિકલ પ્રવેશ પરીક્ષામાં તેઓ ફેઇલ થઇ ગયા હતા. ગ્રેજયુએશન પૂર્ણ કર્યા બાદ તેઓએ 1990માં લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. પિતાની ઈચ્છાની વિરૂદ્ધમાં જઇ તેઓએ થિરૂઅનંતપુરમાં લો કોલેજમાંથી ડ્રોપ લઇ લીધો હતો અને 1995માં પુણે ખાતેની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયામાં સામેલ થઇ ગયા હતા.


આ પણ વાંચો :