શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (12:31 IST)

હાર્દિકે કેજરીવાલને ચોખ્ખે ચોખ્ખી સંભળાવી, હું કોઈ ચૂંટણી લડવા માંગતો નથી

પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્કિક પટેલ અને કેજરીવાલને લઇને ફરી એકવાર ખુલ્લાસો કરવો પડે તેઓ હોબાળો મચી જવા પામ્યો છે. જે અંગે હાર્દિક પટેલે ખુલાસો જાહેર કર્યો છે. હાર્દિકે જણાવ્યું છે કે કેજરીવાલ હોય કે અન્ય કોઈ રાજકીય વ્યક્તિ અથવા તો પક્ષ હોય, જે કોઈ પાટીદારને થયેલા અન્યાયને લઈને અવાજ ઉઠાવે તો તે આવકાર્ય છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તેની સાથે ‘પાસ’ને રાજકીય ગઠબંધન હોય. હાર્દિકના કહેવા મુજબ સમાજને થતા લાભ સિવાય તેનો કોઈ સ્વાર્થ નથી. એક વીડિયો સંદેશામાં હાર્દિકે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે હું મારી રાજકીય મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે આમ આદમી પાર્ટીના કેજરીવાલનો સાથ લેવાની તૈયારી કરી રહ્યો છું. પરંતુ હું એ વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છે મારી કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી, હું મુખ્યમંત્રી બનવાની ઈચ્છા રાખું એ તો દૂરની વાત છે પરંતુ હું કોઈ ચૂંટણી પણ લડવા માંગતો નથી.