હાર્દિક પટેલનો કેસ કપિલ સિબ્બલ લડી રહ્યા છે અને એ પણ કોઈપણ ફી વગર !!

hardik patel
નવી દિલ્હી| Last Modified ગુરુવાર, 5 નવેમ્બર 2015 (12:20 IST)


પાટીદાર આંદોલન સમિતિના નેતા ઉપર દેશદ્રોહનો મામલો ચાલી રહ્યો છેઃ મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છેઃ હાર્દિક તરફથી સુપ્રિમ કોર્ટમાં કેસ લડી રહ્યા છેઃ હાર્દિકના વકીલ માંગુકીયાના કહેવા મુજબ કપિલ સિબ્બલ હાર્દિકનો કેસ કોઇપણ ફી લીધા વગર લડી રહ્યા છેઃ માંગુકીયા પોતે હાર્દિક સહિત પાસના 11 નેતાઓ વતી ગુજરાતમાં કાનૂની લડાઇ લડી રહ્યા છેઃ ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ પાટીદારોને ઓબીસીમાં સામેલ કરવાની માંગણીનું સમર્થન નથી કરતી પરંતુ કોંગ્રેસના નેતાને કાનૂની મદદ આપવામાં તેઓને કોઇ વાંધો નથીઃ માંગુકીયા પોતે કોંગ્રેસની ટિકિટ ઉપર બે વખત વિધાનસભાની ચૂંટણી લડી ચુકયા છેઃ કપિલ સિબ્બલ પુર્વ કેન્દ્રીય મંત્રી છે.આ પણ વાંચો :