હાર્દિક પટેલે ગુજરાતના મીડિયાને સંબોધીને એક પત્ર પાટીદાર યુવાનોને લખ્યો છે. આ પત્રમાં હાર્દિકે પાટીદાર યુવાનોને આપઘાત ન કરવા અપીલ કરી છે તે ઉપરાંત કહ્યું છે કે જો તમે આપઘાત કરશો તો હું આંદોલનમાંથી ખસી જઈશ.
હાર્દિકે લખ્યું છે કે, પાટીદાર સમાજ એવો કાયર નથી કે તેના યુવાનોએ આપઘાત કરવો પડે. હાર્દિકે પાટીદારોનું આંદોલન એક્શન રૂપે નહીં પણ રીએક્શન રૂપે શરૂ થયું હોવાનું જણાવીને દાવો કર્યો છે કે, આ આંદોલન પાટીદારો જ નહીં પણ સમગ્ર સમાજના હિતમાં છે.