રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

પ્રભુ વ્યંકટેશની પત્ની દેવી પદ્માવતિ

તીરૂપતિની પાસે આવેલ તિરુચલા ગામનુ પવિત્ર મંદિર

W.D

તિરૂપતીની પાસે તિરુચુરા નામનુ એક નાનકડું ગામ હતુ. આમ તો આકારમાં આ ગામ નાનુ છે પણ સુંદરતા અને મહત્વની દ્રષ્ટિએ કોઈપણ ગામથી ઓછુ નથી. આ ગામામાં દેવી પદ્માવતીનુ સુંદર મંદિર છે. દેવી પદ્માવતીને ખૂબ જ દયાળુ માનવામાં આવે છે. લોકોની આસ્થા છે કે દેવી પદ્માવતીની શરણમાં જવાથી તેમના બધા પાપ ધોવાય જાય છે અને તે તેમના બધા મનોરથને પૂરા કરે છે. આ મંદિર અલમેલમંગાપુરમના નામથી પણ ઓળખાય છે. લોક માન્યતા છે કે તિરુપતી બાલાજીના મંદિરમાં માંગેલી મુરાદ ત્યારે જ પૂરી થાય છે જ્યારે શ્રધ્ધાળુ બાલાજીની સાથે સાથે દેવી પદ્માવતીના આશીર્વાદ પણ લઈ લે.
W.D

ઈતિહાસ - એવુ માનવામાં આવે છે કે આ તિરુચુરા ગામમાં જ ભગવાન વ્યંકટેશનુ પ્રાચીન મંદિર હતુ. સમય વીતવાની સાથી શ્રધ્ધાળુઓની ભીડ સામે આ જગ્યા નાની પડવા લાગી તેથી પ્રભુનુ મંદિર તિરૂપતિમાં સ્થાપિત કરવામાં આવ્યુ અને બે પૂજાવિધિઓ સિવાય બધા રીતિ-રિવાજ તિરૂપતીમાં જ ઉજવવા લાગ્યા તેથી તિરૂચૂરા ગામનુ મહત્વ થોડુ ઓછુ થઈ ગયુ.

આ પછી બારમી શતાબ્દીમાં યાદવ રાજાએ અહીં કૃષ્ણ-બલરામનુ સુંદર મંદિર બાંધ્યુ અને આ ગામ ફરી લોકોની નજરોની સામે આવ્યુ. ત્યારબાદ સોળમી અને સત્તરમી સદીમાં અહીં બે વધુ મંદિર બન્યા. તેમાંથી એક સુંદર વરદરાજાને સમર્પિત હતુ તો બીજુ દેવી પદ્માવતીને માટે.
W.D

પૌરાણિક કથાઓ મુજબ દેવી પદ્માવતીનો જન્મ કમલના ફૂલથી થયો હતો જે મંદિરના તળાવમાં ખીલ્યુ હતુ.

મંદિરના આંગણમાં ઘણા દેવી-દેવતાઓના નાના-નાના મંદિર બાંધવામાં આવે છે. દેવી પદ્માવતી સિવાય અહીં કૃષ્ણ-બલરામ, સુંદરરાજા સ્વામી અને સૂર્ય નારાયણ મંદિર પણ ખૂબ મહત્વપૂર્ણ છે. પણ પ્રભુ વ્યકંટેશની પતિ હોવાને કારણે દેવી પદ્માવતીના મંદિરને સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંદિરમાં સ્થપાયેલી દેવીની મૂર્તિમાં પદ્માવતી દેવીને કમળના આસન પર બેસેલા બતાવવામાં આવ્યા છે. જેમના બંને હાથોમાં કમળનુ ફૂલ સુસજ્જિત છે.
W.D

કેવી રીતે જશો -

માર્ગ - તિરૂપતિ હૈદરાબાદથી 547 કિ.મી દૂર છે અને આ ગામ તિરૂપતિથી પાંચ કિલોમીટર દૂર છે. આ ગામ રોડમાર્ગથી પણ જોડાયેલુ છે.

રેલમાર્ગ - તિરૂપતિ રેલવે સ્ટેશનથી અહીંને માટે રેલગાડી કરી શકાય છે.

હવાઈમાર્ગ - અહીનુ નજીકનુ હવાઈ મથક તિરૂપતીમાં છે.