શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By શ્રુતિ અગ્રવાલ|

ભોપાલની તાજુલ ઉલ મસાજિદ

એશિયાની સૌથી મોટી મસ્જિદ(ઘ ક્રાઉન ઓફ મોસ્કસ)

W.DW.D

ભોપાલ પહોંચતા જ તમને દેખાશે તાજ-ઉલ-મસાજિદ કે, જેને સામાન્ય ભાષામાં જામા મસ્જિદના નામથી ઓળખવામાં આવે છે. ભોપાલમાં આવેલી આ મસ્જિદને 'મસ્જિદોની મસ્જિદ' ની સંજ્ઞા આપવામાં આવી છે. કહેવાય છે કે આ મસ્જિદના આકારમાં આ એશિયાની સૌથી મોટી મસ્જિદ છે.

મસ્જિદની અંદર પગ મૂકતાં જ રુહાની સુકુનનો અનુભવ થાય છે. મસ્જિદના મુખ્ય દરવાજા પાસે લાગેલી એક મોટી ગલીને પાર કર્યા પછી તમે મુખ્ય ભવનમાં દાખલ થશો. ગલીમાં ખૂબ મોટો જલકુંડ બનેલો છે. જેમાં મુખ્ય ભવનનો પડછાયો દેખાય છે. મુખ્ય ભવનમાં નમાઝ પઢવા માટે એક મોટો હોલ હોય છે. સુંદર નક્કાશીવાળા થાંભલાથી ભરેલા આ હોલથી જોડાયેલી એક મદરસા છે. જ્યાં બાળકોને દિવસે તાલીમ આપવામાં આવે છે.
W.DW.D

ગુલાબી પથ્થરોથી બનેલી સફેદ ગુંબજવાળી આ મસ્જિદ ઈસ્લામિક સ્થાપત્યકલા વાસ્તુકલાનો અદ્દભુત નમૂનો છે. ઈશ્વરના બંદાઓનું માનવું છે કે આ શફ્ફાક ગુંબજ તેમને ખુદાની બંદગી અને નેકીના રસ્તે ચાલવા માટે પ્રેરિત કરે છે. કારણકે આ મસ્જિદને ભોપાલના સ્થાનીય કારીગરો, કલાકારોએ બનાવી હતી. તેથી મસ્જિદની ઈમારતમાં ક્યાંક-ક્યાંક હિન્દુસ્તાની વાસ્તુકલાની પણ ઝલક જોવા મળે છે.

મસ્જિદની દીવાલો પર ક્યાંક ક્યાંક સુંદર ફૂલ ઉપસાવવામાં આવ્યા છે. જાણકારોનું માનવું છે કે આ મસ્જિદનું નિર્માણ શારજહાંની પત્ની કુદસિયા બેગમે કરાવ્યું હતુ. ઈદના પ્રસંગે આ મસ્જિદમાં થનારી નમાઝનું વાતાવરણ જોવા જેવું હોય છે. હજારો માથા એક સાથે ખુદાની ઈબાદત કરવા નમે છે. મસ્જિદના કેટલાંક ભાગો સુધી કોઇપણ ધર્મને માનવાવાળા લોકો અહીં આવી શકે છે. મસ્જિદને આપ જયારે જોઇ રહ્યા હશો ત્યારે ઘણા બધા લોકો તમને ખૂદાની ઇબાદત કરતા જોવા મળશે. આ ભાગ મસ્જિદના પર્યટકોને માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. કોઈપણ ધર્મને માનવાવાળા લોકો અહીં આવી શકે છે.
W.DW.D

કુતુબખાના (લાયબ્રેરી) - મસ્જિદ પાસે લાગેલુ એક કુતુબખાનુ(પુસ્તકાલય) પણ છે. આ કુતુબખાનામાં ઉર્દુ સાથે સંકળાયેલી કેટલીય શાનદાર અને દુર્લભ ચોપડીઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાંથી એક છે સોનાના પાણીથી લખેલી કુરાન. કહેવાય છે કે આ કુરાનની પુસ્તકની બાંધણી આલમગીર ઔરંગજેબે કરાવી હતી.

જાણકારોનું માનવું છે કે આ પુસ્તકની રચના આલમગીરે ઔરંગજેબે પોતે કરી હતી. આ પાંડુલિપિઓનો આખો સંગ્રહ આ કુતુબખાનામાં ખૂબ સાવચેતીપૂર્વક સંભાળીને મુકવામાં આવ્યો છે. આ દુર્લભ પાંડુલિપી સિવાય કેટલીય નવા-જુના પુસ્તકોનો સંગ્રહ તમે અહીં જોઈ શકો છો. આ સાથે જ આ કુતુબખનામાં દુનિયાના કેટલાય દેશોની ઉર્દુમાં છપાતી પત્રિકાઓનો સંગ્રહ છે. કેટલીય પત્રિકાઓ તો એટલી દુર્લભ છે કે તેમની બીજી કોપી મળવી મુશ્કેલ છે.
W.DW.D

ઈજ્તિમા (મેળો)- ભોપાલમાં છેલ્લા 60 વર્ષોથી સતત ઈજ્તિમા લાગી રહ્યો છે. પહેલા પહેલા તો તાજુલ મસાજિદના મોટા પ્રાંગણમાં ઈજ્તિમા ભરાતો હતો, પણ લોકોની સંખ્યા વધવાથી છેલ્લાં કેટલાક વર્ષોથી બીજી જગ્યાએ ઈજ્તિમા ભરાય છે.

કેવી રીતે જશો ? - ભોપાલ મધ્યપ્રદેશની રાજધાની છે તેથી આખા દેશમાં અહી જવા માટે સારી, સગવડ ભર્યા વાહનવ્યવ્હારના સાધનો ઉપલ્બધ છે.

વાયુ સેવા - દિલ્લી, ગ્વાલિયર, ઈંદોર અને મુંબઈથી ભોપાલ માટે નિયમિત વિમાન સેવા છે.
રેલ સેવા - ભોપાલ, દિલ્લી, મદ્રાસ-મેન લાઈન પર છે. મુંબઈથી ઈટારસી અને ઝાંસીના રસ્તે દિલ્લી જનારી મુખ્ય ગાડીઓ ભોપાલ થઈને જાય છે.
સડક માર્ગ - ભોપાલ અને ઈંદોર, માંડૂ, ઉજ્જૈન, ખજુરાહો, પંચમઢી, ગ્વાલિયર, સાઁચી, જબલપુર અને શિવપુરીની વચ્ચે નિયમિત બસ સેવાઓ છે.