શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : ગુરુવાર, 9 જાન્યુઆરી 2025 (16:04 IST)

Maha Kumbh Special Tea: 20 રૂપિયામાં ચા પીવો અને કુલ્હડ ખાઈ જાવ, કુંભના મેળામાં આ દુકાન બની આકર્ષણુ કેન્દ્ર

Tea For 20 And Eat
Tea For 20 And Eat
Maha Kumbh News:  હા મિત્રો તમે સાચુ વાંચી રહ્યા છો. વારાણસીના ધીરજ સિંહે મહાકુંભમાં મકાઈના લોટથી એવુ કુલ્હડ બનાવ્યુ છે જેને તમે ચા પીધા પછી ખાઈ શકો છો. કુલ્હડના ફ્લેવર પણ ઘણા છે.. ચોકલેટ સ્ટ્રોબેરી અને ઈલાયચી. તેમની દુકાન પર લખ્યુ પણ છે, 20 રૂપિયામાં ચા પીવો અને કુલ્હડ ખાઈ જાવ'
 
ધીરજ બતાવે છે કે આ આઈડિયા સહારનપુરમાં એક દુકાનને જોઈને આવ્યો. ત્યાથી જ ઝીણવટાઈથી શીખવાનુ કામ શરૂ કર્યુ. તેની ડિઝાઈન માટીના કુલ્હડ અને આઈસ્ક્રીમ કોન જેવી છે. મકાઈના ફ્લેવર્ડ કુલ્હડ બનાવવામાં આઠ રૂપિયાનુ રોકાણ ની જરૂર પડે છે. તે કારણે 20 રૂપિયામાં ચા વેચી રહ્યો છે. 
 
મેળા વાળા સ્થાન પર તેમની દુકાન પર સવારથી સાંજ સુધી ગ્રાહકો આવતા-જતા રહે છે. અનેક લોકો તેમના બોર્ડ જોઈને ચોંકી પણ જાય છે. ચા પીવા આવેલા સુશીલે તેનો ટેસ્ટ સ્વાદિષ્ટ બતાવ્યો. તેઓ કહે છે કે આ ચા તો સારી બનાવે છે જ, ચોકલેટ ફ્લેવરની કુલ્હડ ખાઈને મજા આવી ગઈ. 
 
બીજા પ્રશંસક સુરેન્દ્ર કહે છે કે મે ઈલાયચી ફ્લેવરવાળુ કુલ્હડ લીધુ. ખાઈને એકદમ જ આનંદ આવી ગયો. ધીરજના મુજબ તેઓ રોજ 10 પેટી કુલ્હડ મંગાવે છે. એટલુ જ નહી તે રોજ ખલાસ થઈ જાય છે. લોકો કુલ્હડ આમતેમ ફેંકતા નથી. તેનાથી મેળામાં ગંદકી પણ થતી નથી.  
 
ડોક્ટર પણ મકાઈના કુલ્હડને સ્વાસ્થ્યવર્ધક બતાવે છે. જનરલ ફિજીશિયન ડૉ. ડીકે મિશ્રા કહે છે કે મકાઈથી બનાવેલ કુલ્હડ ખાવાથી પાચન તંત્ર પણ સારુ રહે છે. આ આરોગ્ય માટે લાભકારી છે.