દત્તમૂર્તિની સાથે હંમેશા એક ગાય અને તેમની આગળ ચાર કૂતરા જોવા મળે છે. પુરાણો મુજબ ભગવાન દત્તાત્રેયે પૃથ્વી અને ચારેય વેદની સુરક્ષા માટે અવતાર લીધો હતો. જેમાં ગાય પૃથ્વી તેમજ ચાર કુતરા વેદના સ્વરૂપમાં પ્રતિત થાય છે. વળી એક ધારણા પણ છે કે ગુલર વૃક્ષમાં ભગવાન દત્તનો વાસ હોય છે. એટલા માટે દરેક મંદિરમાં ગુલરનું વૃક્ષ જોવા મળે છે. શૈવ, વૈષ્ય અને શાક્ત ત્રણેય સંપ્રદાયોને એકજુટ કરનારા શ્રી દત્તાત્રેયનો પ્રભાવ મહારાષ્ટ્રમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં ફેલાયેલ છે. ગુરૂદેવમાં નાથ સંપ્રદાય, મહાનુભાવ સંપ્રદાય, વારકારી સંપ્રદાય અને સમર્થ સંપ્રદાયની ખુબ જ શ્રદ્ધા છે. તેનો આશ્ચર્યજનક પહેલું તે પણ છે કે દત્ત સંપ્રદાયમાં હિંદુઓને બરાબર જ મુસલમાન ભક્ત પણ મોટી સંખ્યામાં ભાગ લે છે.કેવી રીતે પહોચશો : હવાઈ માર્ગ : ઈંદોરને મધ્યપ્રદેશની વ્યાવસાયિક રાજધાની માનવામાં આવે છે અહીંયા અહીલ્યાબાઈએટપોર્ટ છે.રેલ માર્ગ : ઈંદોર જંક્શન હોવાને લીધે અહીંયા રેલમાર્ગ દ્વારા પહોચવું સરળ છે. રોડ માર્ગ : આ દેશનાં પ્રમુખ રાષ્ટ્રીય રાજમાર્ગ (આગરા-મુંબઈ)થી જોડાયેલ છે. દેશનાં કોઈ પણ ભાગેથી અહીંયા રોગમાર્ગ દ્વારા સરળતાથી પહોચી શકાય છે.