ધર્મયાત્રાની આ કડીની અંદર અમે તમને લઈ જઈએ છીએ ગોવાન પ્રસિદ્ધ ચર્ચ બૈસિકિલા ઓફ બોમ જીસસ. ગોવાની રાજધાની પણજીથી 10 કિ.મી. દૂર ઓલ્ડ ગોવાની અંદર આવેલ આ ચર્ચ આખા વિશ્વની અંદર સંત ફ્રાંસિસ જેવિયરની સમાધિ અને તેમના પવિત્ર પાર્થિવ દેહના અવશેષોની ઉપસ્થિતિની કારણે પ્રસિદ્ધ છે.
બોમ જીસસનો અર્થ છે પવિત્ર કે બાળક ઈસુ. આ ચર્ચનું નિર્માણ સન 1594માં શરૂ થયું હતું અને 1605માં આનો અભિષેક થયો હતો. આ હવે એક પ્રાચિન વિશ્વ ધરોહર છે. ચર્ચનો આગળનો ભાગ ત્રણ માળનો છે. અહીંયા બંને ભાગમાં નાના દ્વાર સહિત એક મુખ્ય પ્રવેશદ્વાર છે. ઉપરના આગળનાભાગમાં ગ્રીક ભાષામાં ઈસુ મસીહના પવિત્ર નામના પ્રથમ ત્રણ અક્ષરનું પ્રતિક ‘IHS’ અંકિત કરેલ છે.
W.D
ચર્ચની અંદર પ્રવેશ કરતાની સાથે જમણી બાજુ સંત એંથનીની વેદી છે અને ડાબી બાજુ સંત ફ્રાંસીસ જેવિયરની લાકડાની મૂર્તિ છે. મુખ્ય વેદીના પાર્શ્વમાં આવર લેડી ઓફ હોપ તેમજ સંત માઈકલની વેદિયા છે. મુખ્ય વેદીની અંદર સૌથી નીચે બાળક ઈસુ, તેની ઉપર સંત ઈગ્નેશિયસ લયોલાની લગભગ ત્રણ મીટર ઉંચી મૂર્તિ છે. આ ગોળાકાર ફલકની ઉપર ત્રિયેક ઈશ્વર-પિતા, પુત્ર અને પવિત્ર આત્મા ચિત્રિત છે.
મુખ્ય વેદીની અંદર દીવાલો પર ઉપસાવેલી આકૃતિઓ પર સોનાની પરત ચઢાવેલી છે. મુખ્ય વેદીની ડાબી બાજુ ચેપલમાં પવિત્ર પરમપ્રસાદ છે અને જમણી બાજુ ચૈપલમાં સંત ફ્રાંસિસ જેવિયરના પવિત્ર પાર્થિવ શરીરના અવશેષ એક ચાંદીના બોક્સમાં રાખવામાં આવેલ છે. આ ચૈપલની અંદરના રૂમમાં સંત જેવિયલના સંપુર્ણ જીવનના દ્રશ્ય પેંટિગ્સમાં ચિત્રિત છે.
W.D
2જી ડિસેમ્બર 1552 દરમિયાન એક સમુદ્રી યાત્રા વખતે ચીનમાં સંત જેવિયરનું મૃત્યું થઈ ગયું હતું. પરંતુ તેમની ઈચ્છાનુસાર તેમના પાર્થિવ શરીરને સન 1554માં ગોવામાં લાવવામાં આવ્યું હતું. તે સમયે તેમનું શરીર એટલું જ તાજી દેખાઈ રહ્યું હતું જે વખતે તેમને દાટવામાં આવ્યાં હતાં. જો કે તેમના શરીરની ચામડી સુકાઈ ગઈ છે. તે છતાં પણ આજે તેમના મૃત્યુંના સાડા ચારરો વર્ષ પછી પણ તેમના શરીરના અવશેષને જોઈ શકાય છે.
દરેક દસ વર્ષ બાદ તેમના પાર્થિવ શરીરને જનતાની સામે રાખવામાં આવે છે જેથી કરીને તેઓ તેમના પવિત્ર શરીરને સ્પર્શ કરીને આશીર્વાદ લઈ શકે. દરેક વર્ષે 3 ડિસેમ્બરે બોમ જીસર ચર્ચમાં સંત ફ્રાંસિસ જેવિયરનો તહેવાર ઉજવવામાં આવે છે અને ભારતમાંથી જ નહિ પરંતુ આખા વિશ્વની અંદરથી લાખો શ્રદ્ધાળુઓ સવારથી મિસ્સાની અંદર ભાગ લેવા માટે આ અવસરે અહીંયા એકત્રિત થાય છે.
W.D
કેવી રીતે પહોચશો? રોડ માર્ગ: ઓલ્ડ ગોવા પણજીથી 10 કિલો. દૂર આવેલ છે. પણજીથી ટેક્સી, ઓટો રિક્ષા કે પછી બસ દ્વારા સરળતાથી પહોચી શકાય છે.
રેલ માર્ગ : ગોવા કોંકણ રેલ્વે અન્ય મહત્વપુર્ણ શહેરોની સાથે જોડાયેલ ચે. મડગામ અને વાસ્કો દી ગામા ગોવાના મુખ્ય વે સ્ટેશન છે.
હવાઈ માર્ગ : ડૈબોલિમ હવાઈ મથક ગોવાનું એકમાત્ર હવાઈ મથક છે જે વાસ્કો દી ગામાની અંદર આવેલ છે.