શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

શ્રી સત્ય સાંઈબાબાનુ શાંતિધામ

આ શાંતિધામને જોયા વગર ભારતની યાત્રા અધુરી છે. આ શાંતિધામ છે, આધ્રપ્રદેશના જિલ્લા અનંતપુરમાં આવેલ નાનકડા ગામ પુટ્ટપર્તીના સાંઈબાબા આશ્રમ. આ સાંઈ આશ્રમ, શ્રી સત્ય સાંઈ બાબાના ભક્તો દ્વારા બનાવવામાં આવી છે જે 'પ્રશાંતિ નિલાયમ' (શાંતિ આપનારું સ્થાન)ના નામથી ઓળખાય છે.

આ આશ્રમ ભારતના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી જ એક માનવામાં આવે છે. દરરોજ સત્ય સાંઈબાબાના ભક્તો દૂર દૂરથી તેમના આશીર્વાદ લેવા અહીં આવે છે. ધીરે-ધીરે પ્રસિધ્ધિની સીડીયો ચઢનારા આ ગામમાં હવે એક પ્રસિધ્ધ હોસ્પિટલની સાથે હવાઈ અડ્ડો પણ બનાવી દેવામાં આવ્યો છે. આ આશ્રમમાં શ્રી સાંઈબાબાના પ્રશિક્ષણ મેળવેલ ભક્તો રોજ મંત્રોચ્ચાર કરે છે. જેના પછી સાંઈબાબા પોતાના ભક્તોને સત્ય, ઈમાનદારી, શાંતિ અને સદ્દભાવ જેવા જીવન તથ્યોના વિશે ઉપદેશ આપે છે.

સાંઈ આશ્રમમાં દરરોજ સવારે ઓમના ઉચ્ચારણની સાથે કાર્યક્રમની શરૂઆત થાય છે અને ત્યારબાદ સવારની પ્રાર્થના(સુપ્રભાતમ) કરવામાં આવે છે. આ આશ્રમમાં દિવસમાં બે વાર ભજન થાય છે અને સત્ય સાંઈબાબાના દર્શન પણ બે વાર કરી શકાય છે.

દર્શન દરમિયાન સત્ય સાંઈ બાબા પોતાના ભક્તોની વચ્ચે ફરીને કેટલાક ભક્તો સાથે વાતો કરે છે અને તેમને વિભૂતિ આપે છે. આ સિવાય પણ ભક્તોને સમૂહમાં બોલાવવામાં આવે છે, જ્યાં સાઈ બાબા તેમની સાથે વાત કરે છે.

W.D
દર વર્ષે 23 નવેમ્બરના રોજ સાંઈબાબાના જન્મદિવસના અવસર પર આ આશ્રમને ખૂબ જ સુંદર સજાવવામાં આવે છે. ઘણા રાજનેતાઓ અને મોટી હસ્તિયો આ અવસર પર તેમના આશીર્વાદ લેવા અહીં આવી પહોંચે છે.

કેવી રીતે જશો ?

રોડ દ્વારા - આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાથી પુટ્ટાપર્તી 80 કિમી. આ અંતરે આવેલુ છે અને બધા મુખ્ય માર્ગ સાથે જોડાયેલું છે.

રેલ માર્ગ - અનંતપુર રેલવે સ્ટેશનથી પુટ્ટાપર્તીનું અંતર 80 કિમી છે.

વાયુમાર્ગ - હૈદરાબાદ અને બેંગલુરુ હવાઈ-અડ્ડાથી અહીં પહોંચી શકાય છે. બેંગલુરુ હવાઈમથકથી આ સ્થળનું અંતર 120 કિમી. છે.