શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ખેલાડીઓના પ્રોફાઈલ
Written By દિપક ખંડાગલે|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:29 IST)

લિયેન્ડર પાએસ

લિયેન્ડર પાએસ એ ભારતીય ટેનિસ જગતના મહાન સ્ટાર ખેલાડી છે. લિયેન્ડર પાએસનો જન્મ 17-6- 1973માં કલકત્તામાં થયો હતો. તેમને પોતાનો અભ્યાસ મદ્રાસ ક્રિસ્ચીયન કોલેજ હાઇર સેકન્ડરીમાં કર્યો.

તેમના પિતાનું નામ ડો. વેસ અગાપિટો પાએસ અને માતાનું નામ જેનિફર પાએસ છે. તેમના પિતાએ ઓલમ્પિકમાં હોકીની અંદર કાંસ્યપદક મેળવ્યો હતો. અને તેમની માતા બાસ્કેટ બોલના રાષ્‍ટ્રીય ખેલાડી હતાં. લિયેન્ડર પાએસમાં પણ માતા-પિતાના ગુણો વારસામાં મળ્યાં. જોકે તેણે હોકી કે બાસ્‍કેટબોલ પસંદ ન કરતા રેકેટ પસંદ કરી ટેનીસ કોર્ટને કર્મ ભૂમી બનાવી.

મહાન માતા-પિતાની જેમ લિયેન્‍ડરમાં સ્‍ટાર ગુણ નાનપણથી દેખાવા લાગ્યાં. નાની ઉંમરે તેમણે અનેરી સિધ્ધીઓ મેળવી હતી. તેમણે રાષ્ટ્રીય જુનિયર ટેનિસ ટાઇટલ કબ્જે કર્યું હતું.

લિયેન્ડર પાએસે મહેશ ભૂપતિ સાથે જોડી બનાવી ને ગ્રાંડ સ્લેમ ટુર્નામેંટના ઘણા ટાઇટલ મેળવ્યાં છે. તે બંનેની જોડી સામે અનેક ધુરંધરોએ ઘૂંટણ ટેકવ્યા હતાં.

મહિલા ટેનિસની સદાકાળ યુવાન માર્ટિના નાવરાતીલોવા સાથે પણ લિયેન્ડર પાએસે જોડી બનાવીને મિક્ષ ડબલમાં તરખાટ મચાવ્યો હતો. અને અનેક મિક્સ ડબલ્સ ટાઇટલ પોતના નામે કર્યાં હતાં.

લિયેન્ડરે ભારતને ઓલમ્પિકમાં ટેનિસમાં કાંસ્ય પદક મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. લિયેન્‍ડરની સફળતાથી ભારતીય યુવકો તેના ચાહક બન્‍યાં. તેમણે ભારતમાં ક્રિકેટની સાથે-સાથે ટેનિસ પ્રત્યે પણ ચાહકો ઊભા કરવામાં મહત્‍વનું યોગદાન આપ્યું.