પ્રેમ, પરાક્રમ અને સાહસ - રક્ષાબંધન

W.D
એટલેકે પરાક્રમ, પ્રેમ, સાહસ અને સંયમનો સાથ. ભોગ અને સ્વાર્થની છાયામાં ઉછરી રહેલી આ દુનિયામાં ભાઈ-બહેનનો પ્રેમ જ નિ:સ્વાર્થ અને પવિત્ર એક એવુ બંધન છે જેમ સાગરના ખારા પાણી વચ્ચે જોવા મળતી એક મીઠી તલાવડી. ભારતીય સંસ્કૃતિમાં ઋષિયોએ આ સંબંધોની પવિત્રતા અને નિ:સ્પૃહતા ના ગુણગાન ગાયા છે. ભારતીય સંસ્કૃતિ માનવીના જીવનની મહાનતાના દર્શન કરાવે છે. આ સંસ્કૃતિ જ એક એવી સંસ્કુતિ છે, જ્યાં સ્ત્રીને એક ભોગદાસી જ ન સમજીને તેની પૂજા પણ થાય છે.

પોતાની જાતને સુધારક માનવાવાળા અને પશ્ચિમી દેશોનું અનુકરણ કરવાવાળા અને સ્ત્રી સમાનતાની પોકળ વાતો કરવાવાળાને કહેવું જોઈએ કે ભારતીય સંસ્કૃતિએ તો સ્ત્રીનું પૂજન કર્યુ છે. 'यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता' જ્યાં સ્ત્રીની પૂજા થાય છે, જ્યાં સ્ત્રીનું સમ્માન થાય છે ત્યાં જ ભગવાનનો વાસ હોય છે. આ ભગવાન મનુનું વચન છે. સ્ત્રીને માત્ર ભોગની વસ્તુ ન સમજીને એક માઁ અને બહેનની પવિત્ર નજરથી જોવાની સંસ્કૃતિ પણ ભારતની જ છે.

વેબ દુનિયા|
- પ.પૂ. પાંડુરંગશાસ્ત્રી આઠવલે રક્ષાબંધન અર્થાત પ્રેમબંધન, આ દિવસે ભાઈ બહેનના હાથ પર રાખડી જ નહી પણ ભાઈ પ્રત્યેના પોતાના પ્રેમને પણ બાંધે છે. ભાઈ બહેનનો
રક્ષાબંધનનો તહેવાર એટલે દ્રષ્ટિ પરિવર્તનનો તહેવાર. જ્યારે કોઈ બહેન એક ભાઈના હાથમાં રાખડી બાંધે કે તેની જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છ
W.D
.
રાખડી બાંધનાર બહેન તરફ તે કદીપણ વિકૃત નજરથી જોતો જ નથી. પરંતુ તે બહેનના રક્ષણની જવાબદારી ઉઠાવે છે. જેથી તેની બહેન સમાજમાં નિર્ભય થઈને ફરી શકે. તેનો મજાક ઉડાવનાર પશુવૃત્તિ ધરાવતા ભાઈઓને સમજાવવાનો કે તેમણે દંડ આપીને પાઠ ભણાવવાની જરૂર છે. જે સમાજમાં બહેન સુરક્ષિત ન હોય તે સમાજ ધીમે-ધીમે પોતાનું પૌરુષત્વ ગુમાવીને પતન તરફ ધકેલાઈ જાય છે.


આ પણ વાંચો :