રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. રક્ષાબંધન 07
Written By કલ્યાણી દેશમુખ|

આપણી રાખડી સૌથી સારી

રાખડી તમારી ભાવનાઓને દર્શાવવાનો તહેવાર છે. એવી ભાવનાઓ જેમાં છે પ્રેમ, સ્નેહ અને ચિંતા તમારા પોતાના ભાઈ માટે. આ દિવસ
W.D
લાગણીઓનો દિવસ છે અને આ દિવસે દરેક ભાઈ માટે રાખડીથી મોટી ભેટ બીજી શુ હોઈ શકે ? અને એ રાખડી તમે પોતે બનાવી હોય તો શુ કહેવું.

રાખડીને રેશમના દોરાથી જ સજાવવામાં આવે છે. આ સાદો દોરો હોઈ શકે કે બીજા ડિઝાઈનર બીડ્સ પણ હોઈ શકે. અમે તમને થોડીક ટીપ્સ આપી રહ્યા છીએ, જેમાં તમે તમારી કલ્પનાઓને જોડી તમે તમારી મનપસંદ રાખડી બનાવી શકો છો. જે માટે તમને જરૂર પડશે -

રેશમનો રંગબેરંગી દોરો, સુતરાઉ દોરો, લાકડીના બીડ્સ કે મોતી, સીક્વિન, કાતર, ગુંદર. રેશમી દોરાની એક રીલ. જો તમે રંગબેરંગી રાખડી ઈચ્છતા હોય તો વિવિધ રંગોવાળી લચ્છી લો. સામાન્ય રીતે લાલ અને પીળા રંગને શુભ માનવામાં આવે છે. તમે ઈચ્છો તો સોનેરી દોરાનો પ્રયોગ પણ કરી શકો છો.

W.D
દોરા 30 ઈંચ લાંબા હોવા જોઈએ. અડધી લંબાઈથી વાળી લો હવે કોટન દોરાનો ઉપયોગ કરી એક ચોથાઈ સુધીની લંબાઈ પર ગાંઠ વાળી લો. અને વાળેલા ભાગથી કાપી લો. હવે છેડાઓને બ્રશ વડે સરખા કરી લો. હવે લાંબા દોરાને બે ભાગમાં વેચી લો. અને તેનાથી ઉલટ દિશામાં ફરાવીને છોડી દો. આના ઉપરના છેડે ગાંઠ વાળી દો અને બચેલા ભાગને ફેલાવી દો. હવે વચ્ચે બ્રશ વડે સરખાં કરેલા ભાગને દબાવીને તેના ઉપર મેટિક ,બીડ્સ અને સિક્વિનથી સજાવી દો.

જો તમારા ભાઈને લાંબા સમય સુધી રાખડી બાંધી રાખવી ગમતી હોય તો તમારે કાલવા કે મોતીનો પ્રયોગ કરવો જોઈએ. કેટલાક લોકો ત્રણ
W.D
દિવસ સુધી રાખડી બાંધી રાખે છે તો કેટલાક લોકો જન્માષ્ટમી કે દશેરા સુધી રાખી મૂકે છે. મોતીની રાખડી હોય તો આરામથી બાંધીને સાચવી શકાય છે.

આને બનાવવા માટે ટિકાઉ અને પલળવાથી ખરાબ ન થાય તેવી વસ્તુઓનો પ્રયોગ કરવો જોઈએ. જેની સાથે કોઈ પણ ભગવાનનું પ્રતિક કે ચિહ્ન અથવા તો રુદ્રાક્ષ લઈ લો. તુલસીના મોતી, ચંદનના મોતી કે શેલનો પણ પ્રયોગ કરી શકાય છે.

50 ઈંચ લાંબો દોરો લો. તેને વચ્ચેથી વાળી દો. દોરાને મરજીમુજબ જમાવો. છેડાથી થોડે દૂર ગાંઠ વાળી લો. વચ્ચે પ્રતિક ચિહ્ન કે રુદ્રાક્ષ ગુંદરથી ચોંટાડી દો. છેડા પર રહેલાં બધા લૂપોને કાપી લો. હવે દોરાના બંને છેડા પર તુલસીના દાણા, ચંદનના દાણા કે નાના શેલ ચોટાડી દો અથવા સીવી દો.

ચાંદી કે સોનાની રાખડી -

બજારમાંથી સોનાની કે ચાંદીની રાખડી લાવીને એવી જ બાંધી દેવાને બદલે તેમાં પણ તમારી સૃજનાત્મકતા પ્રમાણે કલાનો પ્રયોગ કરી તેને કિમતી બનાવી શકો છો. તે માટે તમારા મનગમતા દોરાનો પ્રયોગ કરી શકો છો.

જુના લોકેટની રાખડી -

W.D
સોનેરી કે ચંદેરી દોરા, સોનેરી કે ચંદેરી મોતી અને જુનુ લોકેટ લો. દોરામાં એક સરખા અંતરે ગાંઠ બાંધો અને વચ્ચે વચ્ચે મોતી લગાઓ. દોરાની બરાબર વચ્ચે લોકેટ ચોંટાડો. બંને છેડાને બાંધી લો.

રાખડી બનાવવા માટે પૂજામાં હંમેશા લેવાતા દોરાને બદલે ફેંસી, સિલ્ક કે નેટની પાતળી પટ્ટિયોનો પ્રયોગ કરી શકો છો. આમાંથી એક દોરો ખેંચી લો અને ખેંચાઈને જે આકાર બને તેને દોરાથી ફિક્સ કરી લો.