- વહેલી સવારે ઉઠીને નિત્યકામથી પરવારીને સ્નાન કરી લો. - હવે આખા દિવસમાંથી કોઈ એક શુભ મુર્હત જોઈ ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર છાણથી લીપી લો. - લીપેલી જગ્યાએ સ્વસ્તિક બનાવો. - તેના પર તાંબાના એક પવિત્ર કળશમાં પાણી ભરીને મુકો. - કળશમાં આસોપાલવના પાન ફેલાવતાં ગોઠવી દો. - આ પાન પર નારિયેળ મુકો. - કળશની બંન્ને બાજુ આસન પાથરી દો. ( એક આસન ભાઈને બેસવા માટે અને બીજુ આસન પોતાને બેસવા માટે. - હવે ભાઈ-બહેન કળશની વચ્ચે મુકી સામસામે બેસી જાય. - ત્યાર પછી કળશની પૂજા કરો. - પછી ભાઈના હાથમાં નારિયેળ અને માથા પર ટોપી કે ટુવાલ મુકો. - હવે ભાઈને ચોખા સાથે કંકુ લગાવો. - હવે ભાઈના જમણા હાથ પર રાખડી બાંધો. - પછી ભાઈને મીઠાઈ ખવડાવો, આરતી ઉતારો અને તેની પ્રગતિ અને ખુશીયો માટે પ્રાર્થના કરો. - ત્યારપછી ઘરની બધી મુખ્ય વસ્તુઓને રાખડી બાંધો. જેમ કે પેન, હિંચકો,દરવાજો વગેરે.
(2) પૂજાની થાળીમાં શું શું મૂકશો ?
W.D
-ભાઈને બાંધવા માટે રાખડી. -તિલક કરવા માટે કંકુ અને ચોખા. -નારિયેળ -મિઠાઈ -માથા પર મુકવા માટે નાનો રૂમાલ અને ટોપી. -આરતી ઉતારવા માટે દીવો.
(3) ભાઈએ શુ કરવું જોઈએ.
- આજથી ભાઈ આ સંકલ્પ કરે કે તે આખી જીંદગી બહેનની રક્ષા કરશે. - ભાઈ એ પણ નક્કી કરે કે તે હંમેશા બહેનના સુખ-દુ:ખનું ધ્યાન રાખશે. - જ્યારે બહેન રાખડી બાંધે ત્યારે આરતી સૂની ન છોડે, એટલેકે ભેટ કે નકદ રૂપિયા જરૂર આપે. - રાખડી બંધાવીને ભાઈને બહેનની સાથે જ ઘરના બધા વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ.