બહેન-ભાઇને રાખડી બાંધવાનાં કોઇ દિવસ મુહુર્ત હોય? - ભારત જન વિજ્ઞાન જાથા
સદીઓથી ભારતમાં ઉત્સવો, તહેવારો, પર્વની ઉજવણી વખતે જ્યોતિષીઓ ચોપડીના આધારે નત-નવા ગતકડા, નક્ષત્ર, યોગ કે મુહૂર્તના નામે લોકોમાં અસંમજંસ ભ્રમણા ઉભી કરી અવરોધ-નડવાનું કામ કરતાં જોવા મળે છે. આ વર્ષે રક્ષાબંધન પર્વ બહેન-ભાઇને રાખડી બાંધવાનો સમય બપોરે ૧:૪૦ થી રાત્રીના ૮ કલાક સુધી શ્રેષ્ઠ મળવાનું ફળકથનો નર્યુ જુઠાણું હોય રક્ષાબંધન પર્વ રવિવારે સવારથી રાત્રીના કોઇપણ સમયે અનુકુળતા પ્રમાણે પર્વની ઉજવણી કરી જ્યોતિષીઓના ફળકથનો, મુહુર્તનો ઉલાળીયો કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ લોકોને અપીલ કરી છે.
રાજ્યમાં જાથાની શાખાઓ અને વિજ્ઞાનપ્રેમી મિત્રો પોતાના ગામ-મહોલ્લામાં રક્ષાબંધનને સવારે રાખડી બાંધવાના પર્વની ઉજવણી કરી યોગ, મુહૂર્તને બાળીને ભસ્મકરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વર્તમાનયુગમાં બહેનની રક્ષા ભાઇ કે પતિ, રાજા, સરકાર કે પોલીસ કરી શકતુ નથી. જાતે રક્ષા કરવાનો યુગ છે બહેને પોતાની રક્ષા માટે કરાટેની તાલીમ લેવાની જરૂર છે બહેન-ભાઇની રાખડી બાંધવાનો પર્વ આનંદ-ઉલ્લાસ, એકતા-સંપ, લાગણીનો છે. તે ઉજવવા સૌ કોઇને હક્ક છે. આખો દિવસ રાખડી ગમે તે સમયે બાંધી શકાય છે.
જાથા રાજ્ય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે જાથા પ્રેમી લોકો સવારે જ રાખડી બંધવાના પર્વની ઉજવણી કરી જ્યોતિષીઓના ફળકથનોને જાકારો આપશે તેવી અપીલ કરવામાં આવી છે. વર્ષો પહેલાની રક્ષાબંધનની વાર્તા-કથા વર્તમાન સમયમાં બોગસ-હાસ્યયાસ્પદ પુરવાર થઇ છે તેથી તિલાંજલિ આપી જોઇએ. અંતમાં રક્ષાબંધન પર્વ રવિવારે સવારથી મોડી રાત સુધી બહેન ભાઇને રાખડી બાંધી શકે છે.