રક્ષાબંધન ફક્ત તહેવાર જ નથી, ભાવનાઓ સાથે જોડાયેલો એક અહેસાસ છે. જ્યાં ભાઈ બહેનની રક્ષા કરવા અને તેને સ્નેહ આપવાનુ ભાઈનુ વચન છે, બીજી બાજુ માતૃત્વભાવથી ભાઈની સુરક્ષા અને ખુશી માટે તત્પર બહેનનો પ્રેમ પણ છે. ભલે કોઈ રેશમી દોરાથી બાંધેલો હોય કે ન હોય આ અણમોલ સંબંધ દિલથી બંધાયેલો હોય છે. મોટામાં મોટી આપત્તિ અને નાનામાં નાની મુશ્કેલીઓમાં પણ મનને બળ આપે છે - ભાઈ-બહેન.
ભાઈ-બહેનનો આ સંબોધન જ દિલોને કેટલી મજબૂતીથી બાંધી દે છે. ભલે એ પછી રક્ત સંબંધોની વચ્ચે રહ્યો હોય કે પછી અજાણ્યા લોકો વચ્ચે. ભલે પછી એ અજાણી જગ્યાએ ગાડી પંક્ચર થવાથી એક નાનાકડી પંક્ચર બનાવનારી લારી પર કામ કરતો યુવક જ કેમ ન હોય. ભાઈ કહેતા જ એ તમારી ઝડપથી મદદ જ નહી કરે પરંતુ પોતાની જવાબદારી સમજી તમને બે ત્રણ વાતો પણ કહી દેશે - સાંજે આ બાજુથી ના નીકળશો. રસ્તો સારો નથી વગેરે. વિશ્વાસ કરજો કે આ વાતો તમારી સ્વતંત્રતા પર કટાક્ષ નથી પણ એક ચિંતાતુર ભાઈની સામાન્ય સલાહ છે. ખૂબ જ મીઠો અને અણમોલ આ સંબંધ ભાઈ અને બહેન જે બે શબ્દો સાથે જોડાયેલો છે તેમા ગજબની શક્તિ છે.
દિલ તૂટી ગયા પછી બહેનના ખભા પર હૈયાવરાળ ઠાલવત ભાઈ કે પછી લાગણીશીલ થઈને એક લોટો પાણીના બદલે કોઈ ગરીબ બહેનની છોકરીના લગ્નની જવાબદારી ઉઠાવતો કર્મથી ડાકુ એ ભાઈ, જે દરેક કિમંતે બહેનની છોકરીનુ લગ્ન કરાવવા આવે છે. આ બધુ કોઈ વાર્તા કે કોઈ ઔપચારિકતાની નિશાની નથી, પરંતુ બે શબ્દોથી જોડાયેલ અતૂટ બંધન છે. યે શબ્દ જે યાદ કરવાથી કે બોલી દેવાથી શાંતિ, ભરોસો અને સુરક્ષાનો એક અનુભવ બનીને સામે આવે છે.
દિલથી જોડાયેલા આ સંબંધોની ગરમી કદાચ જ કોઈ દેશ, કાળ કે સીમામાં બંધાતી હોય, ભાઈ-બહેનનો સંબંધ દરેક જગ્યાએ આટલો જ મહત્વપૂર્ણ હશે. ભલે તે રક્તથી સંબંધી આપણા સંબંધો હોય કે પછી અચાનક સામે આવી જતી ભાવનાઓથી જોડાયેલા સંબંધો. પછી સાંસ્કૃતિક રૂપે ખૂબ જ સંપન્ન ભારતમાં તમે આને દરેક પગલે અનુભવી શકો છો. આ જ આપણી અસલી અને અણમોલ વિરાસત છે. બસ જરૂર છે આ સંબંધોની એ ભીની મહેકને અનુભવવાની. તેમની ઉપર દેખાવો અને જરૂરિયાતનો મલમ ના લાગે. જયારે પણ બહેન દિલથી કહે - મેરે ભૈયા, મેરે ચંદા, મેરે અણમોલ રતન, તેરે બદલેમે જમાનેકી કોઈ ચીજ ન લૂ. અને ભાઈની આંખો ભરાય આવે.