મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. રક્ષાબંધન
Written By વેબ દુનિયા|

રક્ષાબંધનથી હજુ પણ આશા...

W.D
મહિલાઓ ભલે ને ગમે તેટલી ઉંમરની થઈ જાય તે અઢારથી લઈને એસી સુધી જીંદગીના સફર દરમિયાન બાદ પણ બધાના મનની અંદર એક બહેન અને દિકરી જીવતી રહે છે અને રક્ષાબંધનનું આ પર્વ તે બહેન અને દિકરીને ચુંબકની જેમ આકર્ષકતું રહે છે. આ પર્વ તેને પોતાના પીયરની તરફ આકર્ષિત કરે છે. પરંતુ સમાજની અંદર વધતું વિભક્ત કુટુંબનું પ્રમાણ, વધતી જતી મોંઘવારી, સ્કુલની ફીસ, દરરોજના ખર્ચ અને ઉપરથી બેરોજગારી માણસની જીંદગીને છિન્ન ભિન્ન કરી દે છે.

આ પ્રકૃતિએ આપણી સંસ્કૃતિમાં રક્ષાબંધન અને ભાઈબીજ જેવા બે તહેવારોનો સમાવેશ કર્યો છે જેથી કરીને આપણે આપણા મુળ સાથે જોડાઈ રહીએ. અને આપણા પરિવાર અને સમાજને તૃપ્ત કરતાં રહીએ. રેશમની આ દોરીનો તહેવાર રક્ષાબંધન એક એવો તહેવાર છે જે દરેક મહિલાની અંદર રહેલી બહેન અને દિકરીને તેની તરફ આકર્ષિત કરે છે.

આવામાં એક મધ્યમવર્ગીય પરિવાર હોય કે મજુરી કરીને પેટ ભરનાર આ મોંઘવારીથી કેવી રીતે બચી શકે છે. જે લોકો પૈસાદાર હોય છે તેમને કોઈ જ વસ્તુ મુશ્કેલ નથી લાગતી આવામાં મોંઘવારી વધે કે ઘટે તેમને કોઈ જ ફરક નથી પડતો. કેમકે તેમના બધા જ તહેવાર સારી રીતે ઉજવાઈ જાય છે. ફરક પડે છે ફક્ત ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને. છતાં પણ દરેક વ્યક્તિ તહેવારને પોત પોતાની રીતે ઉજવવાનો પ્રયત્ન કરે છે.

W.D
રક્ષાબંધનનો તહેવાર તે બહેનો માટે ખુબ જ મુશ્કેલીભર્યો બની જાય છે જેમના ભાઈઓ પહેલાં સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં અને હવે અલગ અલગ થઈ ગયાં છે. તેના માટે તે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે કે પહેલાં કોના ઘરે જવું અથવા તો શહેરની અંદર દૂર દૂર રહેનાર ભાઈઓને ત્યાં જવા માટે સમય કેવી રીતે નક્કી કરવો.

ઘણી વખતે તો એવું પણ બને છે કે ભાભી પોતાના પીયર જતી રહે તો બહેનને ભાઈને ત્યાં જવાનો અવસર જ નથી મળતો. એક બાજુ જ્યારે આપણે સારા સંબંધો માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે બીજી બાજુ સંબંધોને કેળવવાનો અવસર આવે છે ત્યારે આપણે મેદાન છોડીને ભાગી જઈએ છીએ.