Mauni Amavasya - નો વ્હીકલ જોન, 137 પાર્કિંગ, અનેક રૂટ ડાયવર્ટ... જાણો મૌની અમાવસ્યા માટે મહાકુંભમાં કેવી છે તૈયારી
મહાકુંભમાં મૌની અમાવસ્યા એટલે કે 29 જાન્યુઆરી પર મહાસ્નાનની તૈયારીઓ લગભગ પુરી થઈ ગઈ છે. અમૃત સ્નાન માટે આવતીકાલથી 8 થી 9 કરોડ લોકોના આવવાનુ અનુમાન છે. પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર આ અવસર પર વિશેષ અમૃત સ્નાન માટે ભક્તોનુ ઘોડાપુર પહેલાથી જ એકત્ર થઈ રહ્યુ છે. વહીવતી તંત્રી સંપૂર્ણ રીતે તૈયાર છે. સમગ્ર મેળાનુ ક્ષેત્ર નો-વ્હીકલ જોન જાહેર કરવામાં આવ્યુ છે. ક્રાઉડ કંટ્રોલ માટે બૈરિકેટ્સ લગાવવામાં આવ્યા છે. રેલવે એ પણ ખાસ તૈયારીઓ કરી છે. અનેક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનુ કહેવુ છે કે મૌની અમાવસ્યાના દિવસે અમે 10 કરોડ લોકોના અમૃત સ્નાનની તૈયારી કરી છે. આ માટે લગભગ 12 કિલોમીટર લાંબો ઘાટ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. જ્યા લોકો માટે સ્નાનની ઉત્તમ વ્યવસ્થા હશે.
ઘરતીનો સૌથી મોટો ધાર્મિક આયોજન મહાકુંભ
2025માં વિશ્વનુ સૌથી મોટુ ધાર્મિક સાંસ્કૃતિક મહાકુંભની ચર્ચા દેશ-વિદેશ સુધી પહોચી ગઈ છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધી લગભગ 14.76 કરોડ શ્રદ્ધાળુ પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન કરી ચુક્યા છે. ઘરતીનુ સૌથી મોટુ ધાર્મિક આયોજન મહાકુંભ મેળો 2025 પર દુનિયાભરની નજર મંડાયેલી છે. ઈંટરનેશનલ સ્પેસ સેંટરમાં હાજર નાસાના એસ્ટ્રોનૉટ ડોન પેટિટે પોતાના સોશિયલ મીડિયા X પર અંતરિક્ષથી લેવામાં આવેલી મહાકુંભની તસ્વીર શેયર કરતા લખ્યુ - 2025મા થઈ રહેલ મહાકુંભ મેળાનુ ગંગા નદી પર રાતનુ દ્રશ્ય અંતરિક્ષથી... દુનિયા નો સૌથી મોટો માનવ સમાગમ રોશનીથી જગમગી રહ્યો છે.
137 પાર્કિંગ, અનેક રૂટ ડાયવર્ટ
મહાકુંભમાં 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન થવાનુ છે. જેમા શ્રદ્ધાળુઓની વધતી ભીડ જોતા ટ્રાફિક પ્લાનમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. પ્રશાસને 25 જાન્યુઆરીથી જ મેળા ક્ષેત્રમાં બહારી ગાડીઓનો પ્રવેશ પ્રતિબંધિત કર્યો છે. ટ્રાફિક પોલીસે કેટલાક રૂટ ડાયવર્જન કર્યા છે. જેમા બીજા શહેરમાંથી આવનારા વાહનોને બાઈપાસમાંથી કાઢવામાં આવી રહ્યા છે. મેળામાં લગભગ 35 પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વધારાની કુલ 102 પાર્કિંગની વ્યવસ્થા મેળા ક્ષેત્રમાં આવનારા લોકો માટે કરવામાં આવી છે.
નો વ્હીકલ જોન જાહેર..જેથી..