Viral Video: - એયરપોર્ટ પર ફ્લાઈટ મિસ થઈ તો મહિલાએ કૈબ ડ્રાઈવરની કરી ધુલાઈ, લોકો બોલ્યા - ઘરેથી મોડી કેમ નીકળી ?
Woman Beats Cab Driver After Missing Flight Viral Video
ટ્રેન પકડવાની હોય કે ફ્લાઈટ, માણસ ઘરમાંથી હંમેશા જલ્દી નીકળવાની કોશિશ કરે છે. કારણ કે જો મોડુ થાય તો પરિણામ એ આવે કે તમારી ગાડી કે ફ્લાઈટ છૂટી જાય છે. જો તમે મુંબઈમાં રહેતા હોય તો એયરપોર્ટ સુધી પહોચવુ છે તો આ વધુ ચેલેજીંગ ટાસ્ક બની જાય છે. માયા નગરીના જામમાં ફંસાય જાવ તો એયરપોર્ટ પર પહોચવામાં કલાકો પણ લાગી જાય છે.
ઈંટરનેટ પર એક ઘટનાનો વીડિયો ખૂબ શેયર કરવામાં આવી રહ્યો છે. જેમા એક મહિલા કૈબ ડ્રાઈવરને મારતી જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ક્લેશ મહિલાની ફ્લાઈટ છૂટવાને કારણે થયો છે. જે માટે એ ડ્રાઈવર પર પોતાનો ગુસ્સો કાઢી રહી છે. X પર શેયર કરવામાં આવેલ આ વીડિયો પર યુઝર્સ પણ ખૂબ કમેંટ કરી રહ્યા છે.
ડ્રાઈવર પર કાઢ્યો ગુસ્સો
આ વીડિયોમાંકૈબ ડ્રાઈવરને મારી રહેલી મહિલા વિશે બતાવાય રહ્યુ છે કે તે પોતે ઘરેથી મોડી નીકળી હતી. જેને કારણે તેની ફ્લાઈટ છૂટી ગઈ અને હવે તે ડ્રાઈવરને મારી રહી છે. ક્લિપમાં પણ મહિલા ડ્રાઈવરને દોડાવી દોડાવીને મારતી જોવા મળી રહી છે. મહિલા તેને મારતા સતત ગાળો પણ આપી રહી છે.
લગભગ 2 9 સેકંડની આ ક્લિપમાં મહિલાના આ કારનામાને પોલીસવાળા પણ જોઈ શકાય છે. ઉપરાંત, એરપોર્ટ સ્ટાફ પણ મહિલાની આગળ અને પાછળ ઉભા રહે છે. પણ તે ડ્રાઈવરને મારવા માટે તેનો પીછો કરતી રહે છે. આ વાયરલ વીડિયો જોઈને યુઝર્સ પોલીસ પાસેથી મહિલા સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
X પર આ વીડિયો પોસ્ટ કરતી વખતે, @ManojSh28986262 એ લખ્યું- મહિલા ઘરેથી મોડી નીકળી અને તેની ફ્લાઇટ ચૂકી ગઈ, મહિલાએ એરપોર્ટ પર ડ્રાઇવરને લાતો અને મુક્કાઓથી માર માર્યો અને ગાળો પણ આપી !! વાયરલ વીડિયો મુંબઈ એરપોર્ટનો હોવાનું કહેવાય છે.
પોતાની ભૂલ સ્વીકારવાને બદલે, તે મહિલા આ @Ola_Mumbai ડ્રાઇવર પર પોતાની નારાજગી ઠાલવી રહી છે! આ ટેક્સી ડ્રાઇવરોનું જીવન હંમેશા મુસાફરોની દયા પર રહે છે ! આ સમાચાર લખાય છે ત્યાં સુધી, આ વીડિયોને 2 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
મહિલાને કેબ ડ્રાઈવરને માર મારતા જોઈને યુઝર્સનું લોહી ઉકળી રહ્યું છે અને તેઓ કોમેન્ટ સેક્શનમાં મહિલા સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું - પોલીસે આ મહિલા સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. બીજા એક યુઝરે કહ્યું કે આવી છોકરીઓને તરત જ અંદર મૂકી દેવી જોઈએ. બીજા એક યુઝરે કહ્યું કે તે વહેલા નીકળી શકશે નહીં અને જો તે મોડી થશે તો તે ટેક્સી ડ્રાઈવરો પર પોતાનો ગુસ્સો ઠાલવશે.