રવિવાર, 2 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: સોમવાર, 27 જાન્યુઆરી 2025 (13:15 IST)

Video - કોલ્ડપ્લે કોન્સર્ટમાં ગુંજી ઉઠ્યુ વંદે માતરમ... ક્રિસ માર્ટિને બુમરાહ માટે બનાવ્યુ સોંગ, બોલ્યા - ઈગ્લેંડની વિકેટ લે છે ગમતુ નથી

cold paly bumrah
cold paly bumrah
કોલ્ડપ્લે બૈંડનો રવિવારે અમદાવાદમાં ફાઈનલ કૉન્સર્ટ થયો. આ દરમિયાન બૈંડના ફ્રંટ મૈન ક્રિસ માર્ટિને વંદે માતરમ અને મા તુજે સલામ ગાઈને 76માં ગણતંત્ર દિવસની શુભેચ્છા આપી. ત્યારબાદ તેમને કૉન્સર્ટ ખતમ કર્યુ. 
 
ક્રિકેટર જસપ્રીત બુમરાહ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલ કૉન્સર્ટ પહોચ્યા. ક્રિસ માર્ટિને બુમરાહ માટે પણ ગીત ગાયુ. ક્રિસે કહ્યુ - જસપ્રીત મારા સુંદર ભાઈ, ક્રિકેટના બેસ્ટ બૉલર તમે જ્યારે ઈગ્લેંડની વિકેટ લો છો તો અમને ગમતુ નથી.  

 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડ પ્લે શો નુ આયોજન થયુ. શો ક્રિસ માર્ટિનના મ્યુઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટૂર ના ભાગનો ફાઈનલ કૉન્સર્ટ હતો. કાર્યક્રમમાં બુમરાહ ઉપરાંત ક્રિકેટર પાર્થિવ પટેલ, ગુજરાતી લોક ગાયક પ્રફુલ્લ દવે, તેમની પુત્રી ઈશાની દવે અને કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ સામેલ થયા.  
 
ભારતમાં 9 વર્ષ પછી કોલ્ડપ્લેનુ પરફોર્મેંસ, 2 પોઈંટ 
 
કોલ્ડપ્લે કોન્સર્ટમાં ભાગ લેનારા લોકોને  ઇન્ફ્રારેડ-ઓપરેટેડ રિસ્ટબેંડ આપવામાં આવે છે. શો પૂરો થયા પછી આ પરત કરવા પડે છે. કોલ્ડપ્લેના ટીમ મેનેજમેન્ટ અનુસાર, અમદાવાદમાં રિસ્ટબેન્ડ સૌથી ઓછા રિટર્ન થયા.  ટોક્યો શોમાં 97 ટકા રિસ્ટબેન્ડ ટીમને પરત કરવામાં આવ્યા હતા, અબુ ધાબીમાં ૭૯ ટકા, મુંબઈમાં ૭૬ ટકા અને અમદાવાદમાં ૭૨ ટકા રિસ્ટબેન્ડ પરત કરવામાં આવ્યા હતા.
 
કોલ્ડપ્લે બેન્ડે 2016 માં મુંબઈમાં આયોજિત ગોલ્ડન સિટીઝન ફેસ્ટિવલમાં પર્ફોર્મ કર્યું હતું. આ શોમાં 80  હજાર લોકો હાજર રહ્યા હતા, જેમાં ઘણા બોલીવૂડ સેલેબ્સનો પણ સમાવેશ થાય છે. હવે 9 વર્ષ પછી બેન્ડ ફરી ભારત પરત આવ્યુ છે. કોલ્ડપ્લેના ગીતો "હિમન ફોર ધ વીકેન્ડ", "યલો", "ફિક્સ યુ" ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે.
 
 
કોલ્ડપ્લેએ મુંબઈમાં ત્રણ શો કર્યા
કોલ્ડપ્લેએ સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે તેઓ 18 અને 19  જાન્યુઆરી 2025 ના રોજ મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે બે કોન્સર્ટ કરશે. પરંતુ લોકપ્રિય માંગને કારણે, બેન્ડે 21 જાન્યુઆરીએ તે જ સ્થળે ત્રીજો શો યોજવાની જાહેરાત કરી છે. 25 અને 26  જાન્યુઆરીના રોજ અમદાવાદમાં બે શો યોજાયા હતા જેમાં લગભગ ૨ લાખ લોકોએ હાજરી આપી હતી.

 
કોલ્ડપ્લે પર સંસ્કૃતિની મજાક ઉડાવવાનો આરોપ 
2012 માં, 'પ્રિન્સેસ ઓફ ચાઇના' ગીત પર ચીની અને જાપાની સંસ્કૃતિની મજાક ઉડાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2016 માં, કોલ્ડપ્લે પર 'હિમન ફોર ધ વીકેન્ડ' ગીતમાં ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.  'વિવા લા વિડા' ગીત પર સાહિત્યિક ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને યુદ્ધ દરમિયાન પણ ઇઝરાયલના એક કાર્યક્રમમાં કરવાને કારણે પણ આ બૈંડ વિવાદોમાં રહ્યુ હતુ.  
 
લંડનમાં બેંડની શરૂઆત, 7 વખત જીત્યો ગ્રેમી એવોર્ડ 
 
કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત ૧૯૯૭માં લંડનમાં થઈ હતી. આ બેન્ડમાં ક્રિસ માર્ટિન, જોની બકલેન્ડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયન અને ફિલ હાર્વેનો સમાવેશ થાય છે. કોલ્ડપ્લેએ 39 નોમિનેશનમાંથી સાત વખત ગ્રેમી એવોર્ડ જીત્યો છે.