શુ રવિન્દ્ર જડેજા લઈ રહ્યા છે સંન્યાસ ? ઈસ્ટાગ્રામ પોસ્ટથી મચી ખલબલી
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈંડિયા ખરાબ રીતે ફેલ રહી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફ્રીમાં ભારતીય બેટ્સમેન ફ્લોપ રહ્યા. જસપ્રીત બુમરાહને છોડીને કોઈપણ ભારતીય બોલર ઓસ્ટ્રેલિયાને રન બનાવતા રોકી શક્યુ નહી. પરિણામ એ આવ્યુ કે ટીમ ઈંડિયાને 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ 3-1 થી હરાવીને 10 વર્ષ પછી BGT પર કબજો કર્યો સાથે જ સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પોતાનુ સ્થાન બનાવ્યુ. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ WTC ફાઈનલમાં સાઉથ આફ્રિકા સાથે લોર્ડ્સમાં રમશે.
રિટાયરમેંટના સંકેત
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ભારતના દિગ્ગજ બોલરનુ રિટાયરમેંટ પણ જોવા મળ્યુ. ગાબામાં ત્રીજી ટેસ્ટ ડ્રો થવાના તરત જ પછી દિગ્ગજ સ્પિન બોલર રવિચંદ્દ્રન અશ્વિને ઈંટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેતા બધાને હેરાન કરી નાખ્યા. ત્યારબાદ અશ્વિન સીરિઝની વચ્ચે જ ભારત પરત ફર્યા. હવે બોર્ડર-ગાવસ્કર શ્રેણી ખતમ થયા પછી એક વધુ સ્પિનરના રિટાયરમેંટની અટકળો લગાવવામાં આવી રહી છે. ઈસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર થયા પછી રિટાયરમેંટની અટકળોને હવા મળી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે સ્ટાર ભારતીય ઓલરાઉંડર રવિન્દ્ર જડેજાએ પોતાના ઈંસ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસ્વીર શેયર કરી છે. જ્યારબાદ તેમના સંન્યાસની અટકળો લગાવાય રહી છે. જડેજાએ પોતાની ટેસ્ટ જર્સીની ફોટો ઈસ્ટાગ્રામ સ્ટોરીમાં શેયર કરી. જે થોડીવાર પછી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. જડેજાએ કોઈપણ કેપ્શન લગ્યા વગર આ ફોટો શેયર કરી. જેનાથી તેમના સંન્યાસ લેવાની અટકળો વાયરલ થઈ ગઈ છે. ફેંસ હવે જડેજાની જર્સીના ફોટાને ક્યાક ને ક્યાંક સંન્યાસ સાથે જોડીને જોઈ રહ્યા છે.
BGT માં સંપૂર્ણ રીતે ફેલ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્માને શરમજનક પ્રદર્શન બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. રવિન્દ્ર જાડેજાને પણ પોતાના ખરાબ પ્રદર્શન માટે ચાહકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ અનુભવી ઓલરાઉન્ડર ટેસ્ટ શ્રેણીમાં બેટ અને બોલ બંનેથી યોગદાન આપવામાં નિષ્ફળ ગયો. 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં જાડેજાએ ફક્ત 135 રન બનાવ્યા અને ફક્ત 4 વિકેટ લીધી.