રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (17:19 IST)

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપના સભ્ય બન્યા, રીવાબાએ પોસ્ટ કરીને જણાવ્યું

ravindra jadeja
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હવે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની ગયા છે. જામનગરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી.

તેમણે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'રવીન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે.' નોંધનીય છે કે રવીન્દ્ર જાડેજાએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 બાદ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે અનેક વખત ચૂંટણી પ્રચારમાં જાડાયા છે.

ચૂંટણી દરમિયાન તેઓ પત્ની રિવાબા સાથે ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા, તેમણે ઘણા રોડ શો પણ કર્યા હતા. રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે. હવે રવીન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ લીધું છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ રિવાબા અને રવીન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.દર છ વર્ષે એક વખત ભાજપ દ્વારા રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં બીજી તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધાન મોદીએ ભાજપના પ્રાથમિક સદસ્ય તરીકે અભિયાનની શરૂઆત કરાવી હતી. 2 સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપની સદસ્યતા ગ્રહણ કરીને ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે સંગઠનમાં નવા કાર્યકરોને આવકાર્યા હતા. રાજ્યના દરેક જિલ્લામાં આ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત જ જાડેજા દંપતીએ ભાજપની સદસ્યતા લીધી છે.