રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (16:58 IST)

સિક્કિમમાં મોટો માર્ગ અકસ્માત, સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડ્યું; ચાર સૈનિકોના મોત

સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં સેનાના ચાર જવાનોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ અકસ્માત ગુરુવારે થયો હતો.
 
મળતી માહિતી મુજબ, સેનાનું વાહન પશ્ચિમ બંગાળના પેડોંગથી સિલ્ક રૂટ પર સિક્કિમના જુલુક જઈ રહ્યું હતું. દરમિયાન વાહન કાબુ બહાર જઈને ઉંડી ખાઈમાં પડી ગયું હતું. ભારતીય સેનાના અધિકારીઓએ ચાર જવાનોના મોતની પુષ્ટિ કરી છે. તમામ મૃતકો પશ્ચિમ બંગાળના બીનાગુરીમાં એક યુનિટના હતા.
 
જેમાં ડ્રાઈવર સહિત ચારના મોત થયા હતા
 
મૃતકોમાં ડ્રાઇવર મધ્યપ્રદેશના પ્રદીપ પટેલ, મણિપુરના પીટર, હરિયાણાના નાઈક ગુરસેવ સિંહ અને તમિલનાડુના સુબેદાર કે. થનગાપાંડીનો સમાવેશ થાય છે.