ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (16:28 IST)

ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો કાયમી ભરતીને લઈ વિરોધ, પોલીસે અટકાયત કરી

Tet-tat pass candidates protest against permanent recruitment in Gandhinagar
Tet-tat pass candidates protest against permanent recruitment in Gandhinagar


ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષક દિવસે જ ઉમેદવારો આંદોલનના મૂડમાં દેખાયા છે. મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો રજૂઆત માટે પહોંચ્યા છે. કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પડવાની માંગ સાથે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા પછી પણ કાયમી ભરતી કરાતી નથી. રજૂઆત કરવા આવેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે.

રાજ્ય સરકાર દ્વારા અગાઉ ઉમેદવારોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં TAT HSની 4 હજાર જગ્યાઓની ભરતી માટે 1 સપ્ટેમ્બરનાં રોજ નોટિફિકેશન જાહેર થશે તેવું કહેવામાં આવ્યું હતું. નોટિફિકેશન જાહેર ન થતા ઉમેદવારોએ આંદોલનની જાહેરાત કરી હતી. આજે TAT પાસ ઉમેદવારો 'શિક્ષક દિવસ' નિમિત્તે ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવા પહોંચ્યા છે. આજે ગુજરાત સહિત દેશભરમાં 'શિક્ષક દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં એક વાર ફરી ઉમેદવારો દ્વારા ભરતી, પગાર સહિતના વિવિદ મુદ્દાઓ સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે, રાજ્ય સરકારે અગાઉ ઉમેદવારોની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી હતી. ઉમેદવારોએ આગળ જણાવ્યું કે, આ જાહેરાતમાં TAT HSની 4 હજાર જગ્યાઓની ભરતી માટે 1 સપ્ટેમ્બરનાં રોજ નોટિફિકેશન જાહેર થશે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ, ત્યાર સુધી સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. આથી અમે ફરી એકવાર ગાંધીનગર આંદોલન કરવાનાં છીએ. સરકાર અમારી માગોનું જલદી નિરાકરણ લાવે એવી અમારી માગ છે.