રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (11:22 IST)

Georgiaની હાઈસ્કૂલમાં ગોળીબાર, ચારના મોત 9 ઘાયલ

અમેરિકાના જ્યૉર્જિયામાં એક હાઈસ્કૂલમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયાં છે અને નવ લોકો ઘાયલ થયા છે. પોલીસે હત્યાના આરોપમાં 14 વર્ષના છોકરાની ધરપકડ કરી છે જે આ જ શાળાનો વિદ્યાર્થી છે.
તપાસ એજન્સીએ જણાવ્યું કે બુધવારે બનેલી આ ઘટનામાં બે વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનું મૃત્યુ થયું છે.
 
એક અધિકારીએ જણવ્યું કે જ્યોર્જિયાના વિન્ડરમાં અપાલાચી હાઈસ્કૂલ(Apalachee High School)માં થયેલા ગોળીબારમાં 30 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બેરો કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે,

 
આ ઘટનાની નિંદા કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડે(Joe Biden)ને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જિલ અને હું ગોળીબારની ઘટનામાં જેમને જીવ ગુમાવ્યા છે, તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરીએ છીએ અને વિન્ડરમાં રહેતા લોકોનું જીવન કાયમ બદલાઈ ગયું છે. દેશભરના વિદ્યાર્થીઓ અભ્યાસને બદલે ડક અને કવર કરવાનું શીખી રહ્યા છે. આ સામાન્ય ઘટના નથી.” “
 
પોલીસ ઘટનાસ્થળે પહોંચતા જ હુમલાખોર વિદ્યાર્થીએ આત્મસમર્પણ કર્યું હતું અને જમીન પર સૂઈ ગયો હતો.
ધરપકડ કરવામાં આવેલા વિદ્યાર્થીની ઓળખ કૉલ્ટ ગ્રે તરીકે કરવામાં આવી છે. કૉલ્ટ ગ્રે સામે પુખ્ત વયની વ્યક્તિની જેમ કેસ ચલાવાશે. 
 
અમેરિકાની તપાસ સંસ્થા એફબીઆઈને પહેલાથી જ કૉલ્ટ ગ્રેની ગતિવિધિઓ પર શંકા હતી. સાલ 2023ના મે મહિનામાં એફબીઆઈએ તેના પરિવારની પૂછપરછ કરી હતી. તે વખતે કૉલ્ટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શાળામાં ગોળીબાર કરવાની ધમકી આપી હતી. પરંતુ પૂછપરછ બાદ એફબીઆઈએ તેની ધરપકડ કરી નહોતી.
 
પિતાએ અધિકારીઓને કહ્યું હતું કે તેની પાસે શિકાર કરવા માટેની બંદૂકો છે અને તેઓ બંદૂકો પર કાયમ કડક નજર રાખતા હોય છે. જે શાળામાં આ ઘટના બની છે ત્યાં એક હજાર 900 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
 
અમેરિકામાં છેલ્લા બે દાયકામાં શાળાઓ અને કોલેજોમાં ગોળીબારની સેંકડો ઘટનાઓ બનો છે. સૌથી ઘાતક ઘાતક ઘટના 2007માં વર્જિનિયા ટેક ખાતે બની હતી, 30 થી વધુ લોકોના મોત થયા હતા. આ હત્યાકાંડ બાદમાં યુએસ આર્મ્સ લો પર નિયંત્રણ અને યુએસ બંધારણના બીજા સુધારા પર ચર્ચાઓ ઉઠી હતી. જોકે ત્યાર બાદ પણ આવી ઘટનાઓ આટકી નથી, ખાસ કરીને શાળાના માસુમ બાળકો ગન વાયલન્સનો ભોગ બની રહ્યા છે.