રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (12:12 IST)

અમરેલીમાં પૌત્ર રડતો હતો અને દાદી ગુસ્સે ભરાયા, મૂઢ માર મારતાં મોત નિપજ્યું

latest news
latest news

અમરેલીના રાજસ્થળી ગામ નજીક રહેણાંક મકાનમાં બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકની હત્યા તેની દાદીએ જ કર્યાનું ખુલ્યું હતું. બાળક સતત રડતો હતો જેથી દાદીને ગુસ્સો આવતા દાદીએ ઉશ્કેરાઈને બાળકના શરીરમાં જોરદાર બચકા ભર્યા હતા. તેમજ માર મારતા બાળકનું મોત થયું છે. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસની તપાસમાં હત્યાનો ભાંડો ફૂટ્યો હતો.

પોલીસે આરોપી દાદીને ઝડપી પાડી છે.પોલીસે તાત્કાલિક ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખાતે બાળકની લાશ મોકલાવી હતી. પોલીસે પ્રથમ અકસ્માતે મોતની નોંધ કરી હતી. ત્યારબાદ મૃતક અલીરજાક રફીક સેયદ નામના એક વર્ષના માસૂમ બાળકને બચકા ભરેલી હાલતમાં જોતા પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ પ્રમાણે અમરેલીના રાજસ્થળી ગામમાં દાદી કુલસનબેન પોતાના પૌત્રને લઈ અલગ ઓરડીમાં રાખેલ ખાટલામાં આરામ કરવા ગયા હતા. ત્યારે સાંજના આશરે સાડા ચાર પાંચ વાગ્યાના સુમારે બાળક જોર જોરથી રડવા લાગ્યો હતો. જેથી કુલસમબેને તેને શાંત કરવા ખુબ પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાળક રડવાનું બંધ નહીં કરતા દાદીને ખુબ જ ગુસ્સો આવી ગયો હતો. જેન પગલે તેણીએ તેના પૌત્ર અલીરજાકના જમણા ગાલ ઉપર તેમજ જમણી આંખથી ઉપર કપાળના ભાગે તેમજ હાથે અને પગમાં જોરથી બચકા ભર્યા હતા. આ ઉપરાંત બાળકને જોરદાર માર પણ માર્યો હતો. જેથી માસૂમે ત્યા જ દમ તોડી દીધો હતો.

અમરેલી ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઈએ જણાવ્યું કે, બાળકના શરીર પર નાની-મોટી ઈજાઓ જોવા મળી હતી. જેથી તાત્કાલિક ફોરેન્સિક માટે ભાવનગર ખાતે લાશ મોકલવામાં આવી હતા. પ્રથમ અકસ્માતે મોતની એડી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ હકીકત જાણવા મળી કે, તેમની દાદી સાથે બાળક રમતું હતું. આ દરમિયાન બાળક ખુબ રડતું હતું. જેથી દાદીએ બાળકને શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બાળક શાંત ન થતાં દાદીએ બચકા ભરીને માર મારતા બાળકનું મોત થયું હતું. હત્યાનો ગુનો નોંધી આરોપીની પોલીસે ધરપકડ કરી છે.