રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 18 જાન્યુઆરી 2025 (15:20 IST)

Champions Trophy 2025 માટે ભારતીય સ્ક્વૉડનુ એલાન, જાણો કોણ છે વાઈસ કેપ્ટન, બુમરાહ પર સસ્પેંસ ખતમ

Team India Squad for Champions Trophy 2025: ચેમ્પિયંસ ટ્રોફી 2025 નુ આયોજન આવતા મહિને એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ થઈ રહ્યુ છે. ટુર્નામેંટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી હાઈબ્રિડ મૉડલ પર રમવામાં આવશે જેને માટે ભારતીય ટીમનુ એલાન કરવામાં આવ્યુ છે. ભારતીય ક્રિકેટ ટીમ 20  ફેબ્રુઆરીથી ચેમ્પિયંસ ટ્રોફીમાં પોતાનુ અભિયાન શરૂ કરશે.  ટીમ ઈંડિયાને ગ્રુપ એ માં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેંડની સાથે રાખવામાં આવ્યા છે. ટીમ ઈંડિયાની પહેલી મેચ બાંગ્લાદેશથી દુબઈમાં થશે.  ત્યારબાદ ટીમ ઈંડિયાનુ ડિફેંડિંગ ચેમ્પિયન પાકિસ્તાન સાથે 23 ફેબ્રુઆરીના રોજ સામનો થશે.  આ મહામુકાબલો પણ દુબઈમાં રમાશે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં પોતાનો ત્રીજો અને અંતિમ મુકાબલો 2 માર્ચના રોજ ન્યુઝીલેંડ સાથે દુબઈમાં રમશે. 
 
રોહિતના હાથમાં ટીમની કમાન 
ચેમ્પિયંસ ટ્રોફી માટે રોહિત શર્માને ટીમ ઈંડિયાના કપ્તાન બનાવવામાં આવ્યા છે. ભારતની 15 સભ્યની ટીમમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને પણ સામેલ કરવામાં આવ્યા છે. બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઘાયલ થઈ ગયા હતા અને બીજી ટેસ્ટના  બીજા દાવમાં બોલિંગ કરી શક્યા નહોતા. જ્યારબાદ એવી ધારવામાં આવી રહ્યુ હતુ કે તેઓ ચેમ્પિયંસ ટ્રોફીની ગ્રુપ સ્ટેજથી બહાર થઈ શકે છે પણ હવે ટીમની જાહેરાત થયા બાદ સ્પષ્ટ થઈ ગયુ છે કે તેઓ એકદમ ફીટ છે અને આખી ટુર્નામેંટમાં રમશે. શમીની 14 મહિના પછી ભારતીય વનડે ટીમમાં કમબેક થઈ ગયુ છે.  ટીમ ઈંડિયા માટે શમીએ પોતાની અંતિમ ઈંટરનેશનલ મેચ નવેમ્બર 2023માં વનડે વર્લ્ડ કપમાં રમી હતી. શમી બુમરાહની જેમ 14 મહિના પછી વનડે ટીમમાં આવ્યા છે. 
 
8 માંથી 7 સભ્યોનુ એલાન 
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો ભાગ લેશે. ભારત પહેલા 6 દેશોએ પોતાની ટીમોની જાહેરાત કરી છે અને હવે ટીમ ઈન્ડિયા પોતાની ટીમની જાહેરાત કરનાર 7મી ટીમ બની ગઈ છે. હવે ટુર્નામેન્ટ માટે એકમાત્ર ટીમ યજમાન પાકિસ્તાન બાકી છે, જેણે હજુ સુધી તેના 15 ખેલાડીઓની જાહેરાત કરી નથી. પાકિસ્તાન ટૂંક સમયમાં ટીમની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.
 
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ આ મુજબ છે: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા.