Champions trophy- ચેમ્પિયન્સ ટ્રોફીની લડાઈ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ચાલો તે ત્રણ ખેલાડીઓ પર એક નજર કરીએ જે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આઠ ટીમો વચ્ચેની આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે ફાઇનલ મેચ 9 માર્ચે રમાશે.
વિરાટ કોહલી
ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ICC ટૂર્નામેન્ટમાં સારી બેટિંગ કરનારા કેટલાક ખેલાડીઓમાંથી એક છે. 50 ODI સદીના રેકોર્ડ સાથે વિરાટ ભારત માટે સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
જેકબ બેથેલ
ઇંગ્લેન્ડનો યુવા ક્રિકેટર જેકબ બેથેલ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો હોય, પરંતુ તેણે ઓછા સમયમાં વિશ્વ ક્રિકેટમાં પોતાની ક્ષમતા દેખાડી દીધી છે. તેણે ODIમાં અત્યાર સુધી આઠ મેચ રમી છે, જેમાં તેણે 80.28ની સ્ટ્રાઈક રેટ અને 27.83ની એવરેજથી રન બનાવ્યા છે.
જોશ હેઝલવુડ
ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત પેસ ત્રિપુટીનો એક ભાગ જોશ હેઝલવુડ તેની ઝડપ તેમજ ચોકસાઈ માટે જાણીતો છે. તેની આ ખાસિયત તેને ખતરનાક બોલર બનાવે છે. હેઝલવુડે અત્યાર સુધી 91 વનડે મેચમાં 27.26ની એવરેજથી 138 વિકેટ લીધી છે.