બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. રક્ષાબંધન
Written By વેબ દુનિયા|

રક્ષા બંધન મૂહૂર્ત : આખો દિવસ સુખ અને સમૃદ્ધિભર્યો રહેશે

P.R
આ વખતે રક્ષાબંધનનો આખો દિવસ શુભ રહેશે અને બહેનોએ કોઇ શુભ મુહૂર્તની રાહ નહીં જોવી પડે. બહેનો આ રક્ષાબંધને દિવસમાં ગમે તે સમયે ભાઇને રાખડી બાંધી શકશે. પાંચ વર્ષ બાદ પહેલીવાર એવું બની રહ્યું છે કે આ વખતે રક્ષાબંધને ભદ્રા યોગ નહીં હોય અને આખો દિવસ શ્રવણ નક્ષત્ર રહેશે.

આ શ્રવણ નક્ષત્રને લીધે કોઇ શુભ મુહૂર્તની જરૂર નથી રહેતી અને આખો દિવસ સુખ-સમૃદ્ધિભર્યો રહેશે. ઘણીવાર રક્ષાબંધને ભદ્રાયોગ હોવાથી દિવસમાં અમુક કલાક જ શુભ મુહૂર્ત રહેતાં હોય છે. જેને કારણે બહેનોએ રાખડી બાંધવા માટે શુભ મુહૂર્તની રાહ જોઇને બેસવું પડતું હોય છે.

કંઇક આવું છે મુહૂર્ત...

રક્ષાબંધન બીજી ઓગસ્ટ, ગુરુવારે છે. આના આગળના દિવસ એટલે કે બુધવારે રાત્રે ૧૦.૪૯ કલાકથી શ્રવણ નક્ષત્ર શરૂ થઇ જશે. જે ગુરુવારે રાત્રે ૧૦.૧૬ કલાક સુધી રહેશે. એટલે કે, રક્ષાબંધનનો આખો દિવસ શ્રવણ નક્ષત્ર જ રહેશે. જેમાં કોઇપણ સમયે રાખડી બાંધી શકાશે.

શું છે આ શ્રવણ નક્ષત્ર...

શ્રવણ નક્ષત્ર એ શ્રાવણની પૂનમે ચંદ્રમા સાથે સંયોગ ધરાવે છે. માન્યતાઓ અનુસાર ર૭ નક્ષત્રોમાં શ્રવણ પણ એક નક્ષત્ર છે, જેને શુભ માનવામાં આવે છે. આ નક્ષત્ર તમામ કાર્યોની અડચણો દૂર કરીને શુભ ફળ આપે છે. આ નક્ષત્રમાં કરાયેલાં કાર્યોથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ જ રીતે ભદ્રા પણ એક નક્ષત્ર છે, જેને શુભ કાર્યો માટે યોગ્ય માનવામાં નથી આવતું. લગભગ દર વર્ષે રક્ષાબંધન પર ભદ્રા નક્ષત્ર રહે છે.