શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Updated : સોમવાર, 19 એપ્રિલ 2021 (17:38 IST)

Ram navami 2021- રામ નવમીના દિવસે ઘરમાં હવન કરાવવું હોય છે શુભ, જાણો સામગ્રીની આખી લિસ્ટ અને વિધિ

દર વર્ષે શુક્લ પક્ષની નવમી તિથિને રામ નવમીનો ઉત્સવ ઉજવાય છે. ધાર્મિક માન્યતાઓના મુજબ આ દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. આ વર્ષે 21 એપ્રિલ 2021ને રામ નવમી છે. આ દિવસે ભગવાન 
રામની ખાસ પૂજા-અર્ચના કરાય છે. આ નવરાત્રિનો આખરે દિવસ હોય છે. આ દિવસે કન્યા પૂજન અને હવનનો પણ ખાસ મહત્વ હોય છે. આવો રામનવમી હવન પૂજા વિધિ અને શુભ મૂહૂર્ત 
 
રામ નવમી શુભ મૂહૂર્ત 
નવમી તિથિની શરૂઆત- 21 એપ્રિલ 2021 00.43 વાગ્યેથી 
નવમી તિથિની પૂર્ણ- 22 એપ્રિલ 2021 00.35 વાગ્યે
પૂજા શુભ મૂહૂર્ત- સવારે 11 વાગીને 2 મિનિટથી બપોરે 1 વાગીને 38 મિનિટ સુધી 
કુળ સમય 2 કલાક 36 મિનિટ 
રામનવમી મધ્યાહન બપોરે 12 વાગીને 20 મિનિટ પર 
હવન સામગ્રી 
આંબાની લાકડી 
આંબાના પાન 
પીપળનો તનો
છાલ 
બેલ 
લીમડા 
ગૂલરની છાલ 
ચંદનની લાકડી 
અશ્વગંધા 
મુલેઠીની મૂળ 
કપૂર 
તલ 
ચોખા 
લવિંગ  
ગાયનું ઘી 
એલચી 
ખાંડ 
નવગ્રહની લાકડી 
પંચમેવા 
જટાધારી નારિયેળ 
આખુ નારિયેળ વાટકી 
જવ 
રામ નવમી હવન વિધિ 
રામ નવમીના દિવસે સવારે જલ્દી ઉઠવું જોઈએ. 
સ્નાન વગેરેથી પરવારીને સાફ-સુથરા વસ્ત્ર પહેરી લો. 
શાસ્ત્રો મુજબ હવનના સમયે પતિ-પત્નીને સાથે બેસવો જોઈએ. 
કોઈ સાફ સ્થાન પર હવન કુંડનો નિર્માણ કરવું. 
હવન સમિધામાં આંબાના ઝાડની લાકડી અને કપૂરથી અગ્નિ પ્રગટાવો. 
હવન સમિધામા& બધા દેવી-દેવતાઓના નામની આહુતિ આપો. 
ધાર્મિક માન્યતાઓ મુજબ ઓછામાં ઓછા 108 વાર આહુતિ આપવી જોઈએ. તમે તેમાથી વધારે આહુતિ પણ શકો છો. 
હવનના પૂરા થયા પછી આરતી કરવી અને ભગવાનને ભોગ લગાવવું. આ દિવસે કન્યા પૂજનનો પણ ખાસ મહત્વ હોય છે. તમે હવન પછી કન્યા પૂજન પણ કરાવી શકો છો.