Ram Navami રામનવમી વ્રત કેવી રીતે કરશો?

ram navmi
ચૈત્ર મહિનાની સુદની નોમને જ રામનવમી કહેવામાં આવે છે. આ દિવસે કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. ભારતીય જીવનમાં દિવસને પુણ્યનો તહેવાર માનવામાં આવે છે. આ વ્રતની ચારે જ્યંતિઓમાં ગણના છે. ભગવાન રામચંદ્રનો જન્મ થયો તે સમયે ચૈત્ર સુદ નવમી, ગુરૂવાર, પુષ્ય, મધ્યાહ્ન અને કર્ક લગ્ન હતો. ઉત્સવના દિવસે દરેક વખતે આ બધું તો આવી નથી શકતું પરંતુ જન્મર્ક્ષ ઘણી વખત આવી જાય છે તેથી જો તે હોય તો તેને અવશ્ય લેવો જોઈએ. મહાકવિ તુલસીદાસજીએ પણ આ દિવસથી જ રામચરિત માનસની રચના શરૂ કરી હતી. 

રામનવમી વ્રત કેવી રીતે કરશો?
* વ્રત કરનારે નવમીના આગલા દિવસે સવારે સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન રામચંદ્રનું સ્મરણ કરો.

* બીજા દિવસે એટલે કે નવમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરની સાફ સફાઈ કરીને નિત્યકૃત્યથી નિવૃત્ત થવું જોઈએ. 

* ત્યાર બાદ ગંગાજળ અને શુધ્ધ જળનો ઘરમાં છંટકાવ કરીને તેને પવિત્ર કરવું જોઈએ. 

* ત્યાર બાદ 
'उपोष्य नवमी त्वद्य यामेष्वष्टसु राघव। तेन प्रीतो भव त्वं भो संसारात्‌ त्राहि मां हरे ॥'

મંત્ર વડે ભગવાન પ્રત્યે વ્રત કરનારે પોતાની ભાવના પ્રગટ કરો. 

* ત્યાર બાદ 
'मम भगवत्प्रीतिकामनया (वामुकफलप्राप्तिकामनया) रामजयंतीव्रतमहं करिष्ये' 

આ સંકલ્પ કરીને કામ-ક્રોધ-લોભ-મોહાદિથી વર્જીત થઈને વ્રત કરો.

* ત્યાર બાદ મંદિર અને પોતાના મકાનને ધજા અને તોરણો વગેરેથી શણગારો. 

* ઘરના ઉત્તર ભાગમાં રંગીન કપડાનો મંડપ બનાવો અને તેની અંદર સર્વતોભદ્રમંડળની રચના કરીને તેના મધ્ય ભાગમાં યથાવિધિ કળશની સ્થાપના કરો. 

* કળશની ઉપર રામપંચાયતનની ( જેના મધ્યમાં રામસીતા, બંને પાર્શ્વોમાં ભરત અને શત્રુધ્ન, પૃષ્ઠ પ્રદેશમાં શત્રુધ્ન અને પાદતલમાં હનુમાનજી) ની સુવર્ણ નિર્મિત મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરીને તેનું આવાહનાદિ ષોશોપચાર પૂજન કરો. 

* ત્યાર બાદ વિધિ વિધાનથી સંપૂર્ણ પૂજન કરો.


આ પણ વાંચો :